જો તમે ઓનલાઇન ખરીદી કરો છો તો સાવધાન, આ જરૂરથી વાંચજો.

0
834

અત્યારે દરેક ઓનલાઇન વેબસાઇટમાં દિવાળી સેલ ચાલી રહ્યા છે, દરેક કંપની ગ્રાહકોને સ્કીમ આપીને પોતાના તરફ આકર્ષી રહી છે. પણ આ લોભામણી તથા આકર્ષક સેલમાં ખરીદી થોડી ધ્યાન રાખીને કરવાની સલાહ આપવામાં આવે છે. ઓનલાઇન કંપનીઑ તરફથી આપવામાં આવતી સ્કીમ માં જે વસ્તુઓ આપણને આપવામાં આવે છે તેમાં નકલી વસ્તુઓનું ચલણ થવા લાગ્યું છે. જો કે તેમાં કોઈ ઓનલાઇન કંપનીઑ એમેજોન તથા ફ્લિપકાર્ટ જવાબદાર નથી પણ તેઓને સમાન પૂરો પડનારા સેલર જ નકલી સમાન ગ્રાહકોને આપી રહ્યા છે.

આ બાબતે ઇ-કોમર્સ કંપની એમેજોન તથા ફ્લિપકાર્ટને નોટિસ આપવામાં આવી છે.  DCGI (ભારતીય ઔષધિય નિયંત્રક) કેટલાક પ્રખ્યાત કંપનીના કોંસ્મેટિક નકલી સામાન વેચવાના ગંભીર આરોપસર ઇ-કોમર્સ કંપની એમેજોન તથા ફ્લિપકાર્ટને નોટિસ આપવામાં આવી છે.

આ ઉપરાંત ૧૦ દિવસની અંદર આ બાબતનો જવાબ આપવાનું પણ સૂચવ્યું છે. તો જવાબ સંતોષકારક નહીં જણાય તો સખત પગલાં લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ઔષધિ નિરીક્ષકોએ ૫-૬ તારીખે દેશના કેટલાક ઉત્પાદકોને ત્યાં આ તપાસની કામગીરી શરૂ કરી હતી જેમાં આ નકલી વસ્તુઑ મળી આવી હતી.

આ ઘટના બાદ ભારતીય ઔષધિય નિયંત્રકે જણાવ્યુ હતું કે, રેડ દરમ્યાન જે નકલી સમાન જપ્ત કરવામાં આવ્યો તે ઇ-કોમર્સ કંપની એમેજોન તથા ફ્લિપકાર્ટ દ્વારા વેચવામાં આવતો હતો અને તે માટે કોઈપણ જાતની પરવાનગી પણ લેવામાં આવી નહોતી.

આ સમગ્ર ઘટના બાદ એમેજોનના વડાએ જણાવ્યુ હતું કે, જ્યારે પણ આવી કોઈ બાબત સામે આવે છે ત્યારે કંપની નકલી ઉત્પાદકોના વેચાણ પણ કાર્યવાહી કરે છે. અમે ગ્રાહકોનું પૂરતું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here