જો તમે દિવાળી ગ્રીટિંગ્સની લિન્ક ઓપન કરી છે? તો તમે હેકરની જાળમાં ફસાઈ ગયા છો

0
613

જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે, તેમ તેમ વોટ્સઅપ પર લોકોને દિવાળી ની શુભકામના ની લિન્ક આવી રહી છે, તમે લોકોને શૂભકામના પાઠવો એવી લિન્ક ફરતી થઈ રહી છે જેમાં તમે લોકોને તમારા નામ સાથે દિવાળીની શુભકામના પાઠવી શકો છો અને લોકો લિન્ક ખોલીને બીજાને દિવાળીની શૂભકામના પાઠવી રહ્યા છે. ખરેખર લોકો બીજાને શૂભકામના નથી પાઠવી રહ્યા પરંતુ પોતે પોતાના ડેટા હેકરને આપી રહ્યા છે.

અત્યારે લોકો કઈ પણ સમજ્યા વગર કે જોયા વગર લિન્ક તરત જ ખોલી નાખે છે અને આનો ફાયદો હેકર લે છે, તમારા બધા જ પર્સનલ ડેટા હેકર ફક્ત ૫ જ સેકંડમાં તેની પાસે ટ્રાન્સફર કરી લે છે, અને આનો મિસ યુઝ કરે છે. જેમ કે તમારી બઁક ડિટેલ, તમારા ફોટા, તમારા કોંટેક્ટ નો મિસ યુઝ કરે છે, અને આવું ખાલી વોટ્સઅપ પર જ નથી બનતું પરંતુ આવું ફેસબૂક પર પણ બને છે.

લોકોને લલચામણી જાહેરાતો અને તમે ક્યાં હીરો જેવા લાગો છો આવી લિન્ક હોય છે, ફેસબૂક ના માલિક માર્ક ઝકરબર્ગ પણ નિવેદન આપેલ હતું કે અમે લોકો કોઈપણ આવી લિન્ક આપતા નથી. આવી લિન્ક આપી ને લોકોના ડેટા ચોરવાનો નવો તુક્કો હેકર અપનાવી રહ્યા છે અને લોકો આની જાળ માં ફસાઈ પણ રહ્યાં છે. લોકો છેતરાયાના ઘણા કિસ્સા પોલિસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે, લોકોની જાણ બહાર બૈંકમાંથી પૈસા લોકોના ઉપડી જાય છે અને પછી પોલિસ ફરિયાદ કરવાથી પણ પાછા મળતા નથી.

આ પહેલા પણ ગોલ્ડન વોટ્સઅપની લિન્ક ફરતી થઈ હતી, વ્હાટસઅપ કે ફેસબૂકની આવલ કોઈપણ લિન્કને ખોલશો નહિ કે બીજાને મોકલશો નહિ. વોટ્સઅપ પર આવેલી લિન્કને બની શકે તો તરત જ ડિલીટ કરી નાખો, વોટ્સઅપ પર આવેલી એમેઝોન કૅ ફ્લિપકાર્ટ લોભમણિ જાહેરાતોની લિન્ક ને ખોલશો નહિ. અને જો તમે ક્યારેય પણ આવી લિન્ક ખોલેલી છે તો બની શકે તો મોબાઇલને ફોર્મેટ કરી નાખો. જેનાથી હેકર થી બચવાના ચાન્સ થોડા ઓછા થઈ જશે.

બની શકે તો મોબાઈલ ને ફોર્મેટ કર્યા પછી મોબાઇલમા ફરી કૉન્ટૅક્ટ સિવાય કઈ ના લો. તો મિત્રો આવી કોઈપણ લિન્ક ખોલો નહિ કે જેનાથી તમને જ નુકશાન થાય, કોઈપણ લોભામણિ જાહેરાતોમાં લલચાશો નહીં.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here