જો તમારી પાસે આવી જાય ફાટેલી નોટ તો પરેશાન ના થાઓ, બદલવા માટે કરો આ કામ, તમને મળી જશે નવી નોટ

0
3427

ડિજિટલ નો જમાના છે. પરંતુ નાની-મોટી જરૂરત માટે કેસ લઈને ચાલવું પણ જરૂરી હોય છે. એવામાં રીક્ષાવાળા, શાકવાળા અને દુધવાળા પાસે ક્યારેક-ક્યારેક ફાટેલી નોટ થમાવી દે છે અને પછી આપણે તે નોટ ક્યાંક રાખીને ભૂલી જઈએ છીએ. ઘણા બધા ઓછા લોકોને ખબર હોય છે કે ફાટેલા નોટ ને બેંક માં બદલી શકાય છે.

તેમજ ઘણા એવા લોકો છે જેને ખબર હશે કે બદલી શકાય છે પરંતુ તેમને લાગે છે કે ૧૦, ૨૦, ૧૦૦ માટે બેંકમાં જઈને લાઈનમાં લાગીને લાંબા પ્રોસિજર માં કોણ જાય. તો તમને કહી દઈએ કે નોટ બદલવા માટે બેંકમાં કોઈ લાંબા પ્રોસેસર ની જરૂરત નથી. નોટ આસાની થી બદલી શકાય છે.

કેટલાક લોકો એવા હોય છે જે ફાટેલી નોટને જાતે જ ચીપકાવા લાગે છે. તે પણ ફેવિકોલ કે સેલોટેપ મારી પણ કરે છે. પરંતુ એવું કરવુ ખોટું છે. સાચો તરીકો છે કે નોટને બેંક જઈને બદલાવી લો. ફાટેલા નોટની પ્રોસીઝર જાણવા માટે અમે બેન્ક માં પુછપરછ કરી.

તેમણે કહ્યું કે જો તમારી પાસે કોઈ ફાટેલો કે જૂનો નોટ છે. તે નોટ ને લઈને દુકાનદાર પણ ના પાડે છે. તો તમે તે બેન્ક માં જાવ જ્યાં તમારું ખાતું છે. ત્યાં ના બેન્ક મેનેજર સાથે વાત કરી તમે આસાની થી નોટ બદલી શકો છો.

કેવી રીતે બદલવી એટીએમ થી કાઢેલી ફાટેલી નોટ

જો તમે એટીએમ થી પૈસા કાઢો છો અને તે પૈસામાં કોઈનો ખરાબ કે પછી ફાટેલી આવી ગઈ છે કે પછી તેમાં ટેપ ચીપકી છે તો તમે પરેશાન ન થાવ તે નોટ આસાનીથી બદલી શકાય છે. એટીએમ થી કાઢેલી ફાટેલીનોટ તમે તે બેંકમાં લઈ જાઓ જ્યાં જે બેન્ક એટીએમ લિંક છે.

જો તમે એસબીઆઇ એટીએમ થી પૈસા કાઢ્યા છે અને નોટ ફાટેલી નીકળી છે. તમે આ નોટને અને એટીએમ ની જે સ્લીપ કાઢેલી છે. તેને એટીએમના બ્રાન્ચ ઓફિસમાં લઈ જાવ. જેને તમારે એપલીકેશન લખવાની હશે. જેમાં તમારે પૈસા નિકળવાની તારીખ સમય જે જગ્યાએથી કાઢ્યા છે તેનું નામ લખવાનું રહેશે.

તેના પછી તે એપ્લિકેશન તમે બેંકમાં જમા કરાવવાની રહેશે. સાથે જ તમારે ટીમથી કાઢી લીધી સ્લીપ ની કોપી પણ લગાવવાની રહેશે. જ્યારે તમે આ બધું જ બેંકમાં આપશો તો તમને હાથો હાથ તમને સારી નોટો પાછી દેશે તેના માટે તમારે ન તો ઘણીવાર ધક્કા ખાવાના રહેશે કે પરેશાન થવાનું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here