નમસ્કાર મિત્રો ભારત ઘણા બધા શિક્ષિત યુવાનો છે જેમને કમાવવાની તક જોઈએ. પરંતુ તેમને એ નથી ખબર કે ઘરે બેઠા બેઠા જ કેટલાક કામો કરી શકાય અને આવક નું સાધન ઉભું કરી શકાય.
જે યુવાનો ગરીબ છે તેમને જણાવવા માંગી એ છીએ કે કેવીરીતે ઓછા ખર્ચે આવક નો સ્ત્રોત ઉભો કરી શકાય. ઘણા એવા યુવાનો છે જેમને કમ્પ્યુટર ચલાવતા આવડે છે. પરંતુ તેને લગતું કોઈ કામ તેમના પાસે નથી. એ કામો જે તમે ઓછા ખર્ચે શરૂ કરી શકો છો તે આ પ્રમાણે છે :
સાયબર કાફે : જો તમે કોઈ એવા ગામ માં રહો છો જ્યાં ઈન્ટરનેટ લોકો પાસે નથી ત્યાં તમારે આ કામ શરૂ કરી શકાય. કારણ કે શહેર માં તો હવે બધા જ લોકો પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ છે જેથી ત્યાં આ કામ થોડું ઓછું ચાલે.
ફોટો સ્ટુડિયો : જો તમારા પાસે કમ્પ્યુટર છે તો તમે ઘરે બેઠા કે દુકાને ફોટો એડિટિંગ કરી સારા એવા પૈસા કમાઈ શકો છો. જો તમને કામ માં રુચિ હોય તો તમે આ કામ આસાની થી શરૂ કરી શકો છો. આ કામ માં એક સારા કેમેરા ની તમારે જરૂર પડશે.
ઈ–મિત્ર : જો તમે 10 પાસ છો તો તમે આ કામ કરી શકો છો. આમાં તમારે ફોર્મ ભરવા ના આવશે. તમને ડોક્યુમેન્ટ માં ખબર પડવી જોઈએ. 5000 રૂપિયા નું રજિસ્ટ્રેશન કરાવી તમે આ કામ શરૂ કરી શકો છો.
કમ્પ્યુટર શિક્ષક : જો તમને સારી રીતે કમ્પ્યુટર આવડે છે તો તમે તમારી આજુબાજુ ના કે અન્ય છોકરાઓને કમ્પ્યુટર ઘરે બેઠા શીખડાવી ને સારી આવક ઉભી કરી શકો છો.
લેખક : જો તમને લખવાના શોખ હોય તો તમે બ્લોગર પર બ્લોગીંગ માં સારી એવી કમાણી કરી શકો છો. ત્યાં જે એડ ચાલશે તેનાથી તમને સારી એવી કમાણી થશે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !