જો સત્તામાં આવી મોદી સરકાર તો આ હશે એજેંડા, દેશના દરેક ઘરની બદલી નાંખવામાં આવશે તસ્વીર

0
942

જો મોદી સરકાર આગલા વર્ષે લોકસભાની ચૂંટણીમાં જીતીને બીજીવાર સત્તા પર આવે છે તો આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા તેમનો મુખ્ય એજંડો હશે. આ એવા પગલાઓ છે જે સરકાર આગલા પાંચ વર્ષોમાં ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમાં પૂરા કરવા ઈચ્છે છે, જ્યારે દેશ સ્વતંત્રતા ના ૭૫ વર્ષની ઉજવણી કરી રહી હશે.

આગલા પાંચ વર્ષમાં આર્થિક વિકાસ દર અંદાજે ૮ ટકા રાખવાની વાત કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિને પાકું મકાન, પાણી કનેક્શન, શૌચાલય અને ચોવીસ કલાક વીજળી, નેશનલ હાઇવેની લંબાઈને બમણી કરવી, સામાન્ય જનતાને બની શકે એટલી સુવિધાઓ આપવી તથા ભારતીય રેલવેને અલગ રેગ્યુલેટરની વ્યવસ્થા કરવી.

બ્લૂ પ્રિન્ટમાં ૨૦૧૮-૨૩ ની વચ્ચે આર્થિક વૃધ્ધિ દરને અંદાજે ૮ ટકા રાખવાનો અનુમાન છે. આવું થયું તો ભારતીય અર્થવ્યવસ્થા હાલ ૨.૭ ટ્રિલિયન થી વધીને ૨૦૨૨-૨૩ સુધીમાં ૪ ટ્રિલિયન ડોલર સુધીની થઈ જશે. બ્લૂ પ્રિન્ટમાં કહેવામા આવેલ છે કે ૨૦૨૨ સુધીમાં બધા જ પરિવારોને પાકું મકાન જેમાં પાણી કનેક્શન અને શૌચાલય અને ૨૪ કલાક વીજળી મળી રહેશે.

આયોગ દ્વારા જણાવવામાં આવેલ છે કે કૃષિ ક્ષેત્ર માટે વીજળી અને પાક વીમો વગેરે પર અલગ અલગ સબસિડી આપવાને બદલે પ્રત્યક્ષ લાભ દ્વારા પ્રતિ એકર જમીન માટે સબસિડી આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ૨૦૨૨-૨૩ સુધીમાં ભારત એક એવું રેલવે નેટવર્ક બની જશે જે વિશ્વાસનીય, સુરક્ષિત અને ઓછું ભાડું પણ હશે.

વીજળીના ક્ષેત્રમાં સુધારા માટે સ્માર્ટ ગ્રિડને વધારવાની વાત કરવામાં આવી છે. ઘરોમાં મળતી વીજળીના ભાવમાં પણ ઘટાડો કરવાની વિચારણા ચાલી રહી છે. ભારતના દરેક ઘરમાં વીજળી પહોચાડવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે જેથી કરીને ભારતના અંતરિયાળ ગામોમાં જ્યાં વીજળી નથી ત્યાં પણ વીજળી પહોચાડીને ગામડાઓને પણ ચમકતા કરવામાં આવશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here