જો આવો નાસ્તો હોય તો બાળકોને આવી જાય ખૂબ જ મજા, સ્ટફ્ડ સેન્ડવિચ ઈડલી બનાવવાની રીત

0
804

સામગ્રી :

 • બે કપ બેસન
 • બે કપ દહીં
 • દોઢ ગ્લાસ પાણી
 • મીઠું સ્વાદાનુસાર

સ્ટફિંગ માટે :

 • અડધો કપ બોઈલ્ડ લીલા વટાણા
 • અડધો કપ ઝીણા સમારેલા ગાજર ખમણેલા
 • બે બાફેલા બટેકા મોટી સાઈઝ ના
 • એક ચમચી જીરું
 • એક ચમચી હિંગ
 • બે ટીસ્પૂન રાઈ
 • એક ટીસ્પૂન સમારેલો મીઠો લીમડો
 • કોથમીર
 • ચાર ટીસ્પૂન તેલ
 • મીઠું સ્વાદાનુસાર
 • 7 થી 8 લસણ ની પેસ્ટ
 • 3 થી 4 લીલી મરચી

બનાવવાની રીત :

સ્ટફડ ઈડલી બનાવવા માટે સૌ પહેલા એક પેનમાં 2 ચમચી બે ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હિંગ, જીરૂ, રાઈ, મીઠો લીમડો અને લસણની પેસ્ટ નાખી ૨ મિનિટ સુધી પાકવા દો. હવે તેમાં ખમણેલા ગાજર, બાફેલા બટાકા નો ભૂકો, બાફેલા વટાણા, આમચૂર પાવડર, મીઠું, હળદર, લીલી મરચી નાખો. તેને 2 મિનિટ સુધી સતત હલાવતા રહો. તૈયાર થયેલા સ્ટફિંગની એક બાઉલમાં કાઢી લેવો.

હવે ઈડલી બનાવવા માટે બેસનમાં દહીં, દોઢ ગ્લાસ પાણી ઉમેરી તેને ખૂબ જ હલાવતા રહો જેથી એક પાતળું મિક્ષ્ચર તૈયાર થઈ જશે. તેમાં થોડી કોથમીર અને મીઠું ઉમેરો, હવે એક પેનમાં 2 ચમચી તેલ નાખીને તેમાં હિંગ નાખો. હિંગ થઈ જાય એટલે તેમાં તૈયાર થયેલા મિક્ષ્ચરને નાખી દો. આ મિક્ષ્ચર ને ત્યાં સુધી પાકવા દો જ્યાં સુધી તે બહુ પાતળું અને જાડું પણ નહિ સેમી જેટલું પાતળું બેટર તૈયાર થઈ જાય છે. જેમાં આપણે આસાનીથી સ્ટફિંગ ભરી શકીએ.

લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી બેટર ને પાકવા દયો. તૈયાર થયેલા મિક્ષ્ચરને ઈડલી બનાવવાના વાસણમાં, જેમાં તમે ઇડલી બનાવતા હોય તેમાં સૌપ્રથમ એક ચમચી જેટલું મિક્ષ્ચર નાખો. ત્યારબાદ તેમાં એક ચમચી તૈયાર થયેલું સ્ટફિંગ ઉમેરો પછી ફરીથી તેમાં ઉપર ૧ ચમચી બેટર નાખીને તે સ્ટફિંગની ઢાંકી દો. આ રીતે બધી જ વાટકી ઓ ભરી લો. હવે ઈડલીના પેનને પંદરથી વીસ મિનિટ ધીમી આચ માં પાકવા દો. તૈયાર થયેલી ઈડલીને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here