જો દૂધ વાસણમાંથી બહાર ઢોળાઈ જાય તો એ શુકન ગણાય કે અપશુકન? જાણવા માટે વાંચો અહી

0
1683

પહેલાના સમયથી જ હિન્દુ ધર્મમાં શુકન અને અપશુકનની ખૂબ જ માન્યતાઓ રહેલી છે. એવી માન્યતાઓ છે કે આવી ઘટનાઓ પરથી આપણે જાની શકીએ છીએ કે ભવિષ્યમાં આપણી સાથે શુકન થવાનું છે કે અપશુકન થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર પણ આ બધી વાતોને માને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે કઈ પણ ઘટનાઓ બને છે તે બધી જ ઘટનાઓ કોઈપણ વ્યક્તિ માટે ફાયદો, નુકશાન, સફળતા અને અસફળતાના વિષયમાં બતાવે છે. આજ કારણો છે કે છીંક આવવી, બિલાડીનું રસ્તામાં આડું ઊતરવું વગેરે વાતો પર લોકો વિશ્વાસ રાખે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં પણ બાનાની અમુક ઘટનાઓ ઘણી અપશુકન વાતો તરફ આપણને ઈશારો કરે છે. મતલબ કે કોઈના હાથ માંથી વાસણનું છૂટવું, કાંચનું તૂટવું અથવા તો દૂધનું ઉભરાઇ જવું. આ બધી જ વાતો આપણને ઘણા સંકેતો આપે છે.

આજે અમે તમને દૂધના ઉભરાઇને વાસણની બહાર નીકળી જવા વિષે રોચક વાતો બતાવીશુ. ઘણી વખતા જોવામાં આવે છે કે ઘરમાં મહિલાઓ દૂધને ગરમ કરવા માટે રાખે છે અને પછી ભૂલી જાય છે. એવું ઘણી વખત બને છે કે ગૅસ પર રાખવામા આવેલ દૂધ વાસણમાંથી ગરમ થઈને ઉભરાઇ જાય છે. ઘણા લોકો આ વાતને મામૂલી ગણીને નજર અંદાજ કરી દે છે. અને ઘણા લોકો મુંજાઈ પણ જાય છે કે આનો મતલબ શું થાય છે?

ઠંડુ દૂધ જ્યારે વાસણમાંથી ઉભરાઇ છે તો તેને અપશુકન ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ દૂધના ઉભરાઇ જવાને વધારે મહત્વ આપવામાં આવેલ છે. ઘણા લોકોના મનમાં એવી ધારણાઓ છે કે ગરમ દૂધ ઉભરાઇ જવાને લીધે અપશુકન થાય છે. પરંતુ અમે તમારી આ દુવિધા દૂર કરી આપીએ છીએ અને જણાવી દઈએ કે દૂધનું વાસણમાંથી ઢોળાવું ત્યારે જ અપશુકન ગણાય છે જ્યારે તે ઠંડુ દૂધ હોય.

જો ગરમ દૂધ વાસણમાંથી ઢોળાય છે તો તેને શુકન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગરમ દૂધ ઉભરાઈને વાસણની બહાર ઢોળાય છે તો સમજી જાઓ કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. પરંતુ આ સ્થિતિમાં દૂધ બળી ના જવું જોઈએ પરંતુ ઉભરાઈને બહાર નીકળતું હોય તો જ તેને શુકન માનવામાં આવે છે.

સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું કે આ શુકન ત્યારે જ માનવામાં આવે છે કે જ્યારે આપણે દૂધને ગરમ કરતાં સમયે સંપૂર્ણ કાળજી રાખી હોય છતાં પણ અજાણતા તે ઉભરાઇ જાય. જાણી જોઈને દૂધ ગરમ કરીને ઉભરાવવાથી તે શુકન ગણવામાં નથી આવતું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here