જીયોએ વોડાફોન અને આઇડિયાની બુધ્ધિ ઠેકાણે લાવી દીધી, ૩૫ રૂપિયાનું રીચાર્જ કરવું પડ્યું બંધ

3
4658

તમને બધા લોકોને ખબર જ હશે કે થોડા સમય પહેલા જીયો સિવાયની બધી જ કંપની વોડાફોન, આઇડિયા, એરટેલ દ્વારા ૩૫ રૂપિયાના મિનિમમ રીચાર્જની પોલિસી લાવવામાં આવી હતી. જેમાં તમારે મિનિમમ ૩૫ રૂપિયાનું રીચાર્જ કરાવવું જરૂરી હતું નહિતર તમારી આઉટ ગોઇંગ અને ઇનકમિંગ કોલ બંધ કરી દેવામાં આવતી હતી મતલબ કે તમારું સિમ બંધ કરી દેવામાં આવતું હતું.

પરંતુ તમને ખબર જ હશે કે હમણાં નવેમ્બર ૨૦૧૮ જે ટ્રાયનો રિપોર્ટ આવ્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે આ સ્કીમ ને આ બધા જ ટેલિકોમ ઓપરેટરને ઘણા નુકશાનનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા ગ્રાહકો તેમણે છોડીને જતાં રહ્યા હતા. જેને લઈને હવે આ કંપની દ્વારા આ પોલિસીને બદલી દેવામાં આવી છે તથા આ મિનિમમ રીચાર્જની રકમને ઘટાડી દેવામાં આવી છે. તો તમને જણાવી દઈએ કે હવે તમારે તમારું સિમ ચાલુ રાખવા માટે કેટલા રૂપિયાનું રીચાર્જ કરાવવું પડશે અને આ રીચાર્જ સાથે તમને ક્યાં ક્યાં ફાયદાઑ મળશે.

ટેલિકોમ કંપની દ્વારા લાવવામાં આવેલ આ મિનિમમ રીચાર્જની પોલિસીથી બધા જ ગ્રાહકો અસંતુષ્ટ હતા જેથી કરીને ઘણા લોકોએ પોતાનો નંબર બંધ કરવી દીધા હતા. જેને લઈને એરટેલ, આઇડિયા અને વોડાફોનને ઘણું નુકશાન થયું હતું. વોડાફોન-આઇડિયા લિમિટેડને સૌથી વધારે નુકશાન થયું હતું કેમકે નવેમ્બર ૨૦૧૮માં ૬૫ લાખ લોકોએ આ કંપની છોડી દીધી હતી.

હવે કંપની દ્વારા આ ૩૫ રૂપિયાના રીચાર્જની રકમને ઘટાડીને ૨૪ રૂપિયા કરી નાંખવામાં આવેલ છે. મતલબ કે હવે તમારે ૩૫ના બદલે ૨૪ રૂપિયા આપવાના રહેશે અને તેની વેલીડિટી ૨૮ દિવસની રહેશે. આ પ્લાનમાં તમને ૧૦૦૦ મિનિટ કોલિંગના પણ આપવામાં આવશે જે તમે રાતના ૧૧ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી વાપરી શકશો. જે ફક્ત જે તે કંપનીના સર્કલમાં જ કરવાના રહેશે. મતલબ કે વોડાફોન થી વોડાફોન જ કોલ કરી શકશે. આ સિવાય બીજા કોઈ લાભ આપવામાં આવેલ નથી. કોલ રેટ ૨.૫ પૈસા પ્રતિ સેકંડના હિસાબે ચાર્જ લાગશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here