જીવન જીવવાની આ બધી ટિપ્સ તમારું જીવન બદલી દેશે, જો આનંદમય જીવન જીવવા માંગો છો તો જરૂર વાંચો

0
1061

હું મારા જીવનને સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કરું છું અને આવું કરવાથી હું મારા જીવનને વધારે સારી બનાવી શકું છું.  અને આમ કરવાથી દુઃખ પણ ઓછું થાય છે. પણ તમારી શરૂઆત ક્યાંથી કરવી એ હું તમને અહીં સમજાવીશ.

 • તેવું કામ ક્યારેય ના કરો કે જે તમને પસંદ ના હોય. જિંદગી બદલાતી રહે છે અને તમારે પણ બદલતા રહેવું જોઈએ. કોઈ કામ તમે નથી કરવા માગતા તો તેને ત્યાં જ મૂકી દેવું જોઈએ આમ કરવાથી ભલે તમને થોડોક ટાઈમ લાગશે પણ તમે તમારા જીવનમાં એ જ કરી શકશો જે તમે કરવા માંગો છો.
 • એક જ સમયમાં એક જ કામ કરો. આમ કરવાથી તમને સારું પરિણામ મળશે અને તમે પોતાની જાતને સારું ફીલ કરી શકશો અને સારું ફીલ કરવા લીધે તમારું દુઃખ ઓછું થશે.

 • દરેક રવિવારે કમસેકમ પંદરથી વીસ મિનિટ પુરા અઠવાડિયા નો પ્લાનિંગ બનાવો. તે સમયે તમારા પુરા અઠવાડિયાના પ્લાનિંગ વિશે તમે એક ડાયરીમાં લખો. અમે તમે તમારા લખેલા લીસ્ટ પ્રમાણે તેની તૈયારી કરો. આમ કરવાથી તમે તમારા કામને ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરી શકશો. અને તમારો ટાઈમ પણ વેસ્ટ નહીં થાય.
 • જીવન જરૂરિયાતની વસ્તુ હોય કે પછી ખાવાની કોઈ વસ્તુ હોય તેની શોપિંગ તમે અઠવાડિયા માં એક જ વખત કરો. આમ કરવાથી તમે તમારો ટાઈમ, એનર્જી, અને પૈસા પણ બચાવી શકો છો.
 • જ્યારે તમે દુઃખી હોય કે કોઈપણ કામના પ્રોબ્લેમમાં કે ટેન્શનમાં હોય. ત્યારે તમે આરામથી બેસો અને બેથી ત્રણ મિનિટ ઊંડો શ્વાસ લો અને જે હવા અંદર બહાર જઈ રહી છે તેની ઉપર જ ધ્યાન આપો. આમ કરવાથી તમારું પૂરું શરીર એકદમ શાંત થઈ જશે. તમારું મગજ અને તમે ફરી પ્રેઝન્ટમાં આવો તેના માટે આ સૌથી બેસ્ટ આઈડિયા છે. આમ તો આ એક બેસ્ટ મેડિટેશનનો એક નાનો ભાગ છે.

 • દરેક કામને પૂર્ણ કરવાની કોશિશ કરો. તમે દરેક કામને એકદમ સારી રીતે કરી શકો છો. તેથી જે કામ જ્યાં પૂર્ણ થતું હોય તેને ત્યાં જ પૂર્ણ કરો.
 • દિવસમાં એક વખત બધા જ કામની ચકાસણી કરો. જેમકે તમારા ઇમેલ, Facebook, Twitter, બધાની દિવસમાં એક વખત ચેક કરો. તમે તમારી એનર્જીને તમારા કામમાં જ ઉપયોગ કરો અને ફ્રી ટાઇમમાં તમે સોશિયલ મીડિયા ને દિવસમાં એક જ વખત ચેક કરો.
 • રોજ કંઈક ને કંઈક કોઈ સારું કામ કરવાનો પ્રયત્ન કરો. જેનાથી તમારું મન એકદમ હળવુ થાય. અને તેનાથી તમારી અંદર એક પોઝિટિવ એનર્જી બની રહેશે.

 • ટીવી વસ્તુઓની ફેંકી દો કે જેનો તમે પાછળના એક વર્ષમાં ઉપયોગ ના કર્યો હોય. જે ચીજ-વસ્તુઓ તમારી પાસે છે તેની જ મદદથી આગળ વધવાનો પ્રયાસ કરો.
 • રોજ તમે તમારી જાતને એક સિમ્પલ સવાલ પૂછો. જેમકે અત્યારે એવી કઈ ઈમ્પોર્ટન્ટ ચીજ છે જેને હું કરી શકો છો. અને એવું કયું કાર્ય છે જેને હું એકદમ સિમ્પલ બનાવી શકુ છુ. અને એવું કયું પગલું છે કે જે આજે મારે ભરવું જોઈએ જેનાથી મારું જીવન સારુ બની શકે.
 • ચીજ વસ્તુઓને તેની જગ્યા ઉપર રહેવા દો. દરેક ચીજ વસ્તુ તેની જગ્યા ઉપર હશે તો તમને કામ કરવામાં ખુબ જ આસાની થશે. અને તમે સરળતાથી તમારી વસ્તુ મળી પણ જશે અને તેનાથી તમારું ટાઇમ બચી શકશે. જેમ કે તમારું ડ્રોઈંગરૂમ તમારું ટેબલ તમારું બેડરૂમ દરેક વસ્તુઓને તેની જગ્યા ઉપર મૂકો જેથી તમે આસાનીથી તમારી દરેક ચીજ વસ્તુઓ મળી જાય.

 • એવી વસ્તુ ને સબસ્ક્રાઇબ ના કરો જે તમે પસંદ નથી કરતા. અને તેવા માણસોને પણ ફોલો ના કરો જેને તમે પસંદ નથી કરતા. જે વસ્તુ ને કે જે વ્યક્તિને તમે પસંદ નથી કરતા તેમને follow કરવાથી કે તેમના કોન્ટેક્ટ માં રહેવાથી તમારો ટાઈમ વધુ બગડશે અને તમને તમારા કામમાં મન નહીં લાગે.
 • શોર્ટ ઇમેલ અને શોર્ટ મેસેજ કરો. બની કેટલું પાંચથી દસ વાક્યો માં જ તમે તમારો મેસેજ કે ઇમેલ કરો. આમ કરવાથી તમારો ટાઈમ નહીં બગડે.
 • અનુમાન લગાવ્યા કરતાં પ્રશ્ન કરો. આમ કરવાથી તમારા પ્રોબ્લેમ તમારી નેગેટિવિટી તમારા મગજમાંથી દૂર જશે. આમ કરવાથી તમારો ઈમ્પોર્ટન્ટ ટાઈમ બચી જશે એટલે જ કહેવામાં આવી છે કે Time is Money.

 • તમારા કામ કરવાની જગ્યા જેમકે તમારા ટેબલ ને એકદમ સાફ રાખો. આમ કરવાથી તમારું મગજ એકદમ પોઝિટિવ રહેશે. તમારી જરૂરિયાતની વસ્તુ જ તમે તમારા ટેબલ ઉપર રાખો. ફાલતુ ચીજ વસ્તુઓ રાખવાથી તમારા મગજમાં નેગેટિવિટી આવશે અને તમારું કામમાં મન જરાય નહીં લાગે.
 • બધાને ખુશ કરવાનું બંધ કરી દો. કેમ કે આપણા બધાની જિંદગીમાં કોઈક ને કોઈક તો એવા માણસો હોય છે કે બધાને આપણી સાથે લઈને ફરવું ઈમ્પોસિબલ હોય છે. જેમાં આપણા ફેમિલી મેમ્બર પણ હોઈ શકે છે આપણા ફ્રેન્ડ્સ, ગર્લફ્રેન્ડ,  બોયફ્રેન્ડ એવા ઘણા બધા માણસો હોય છે જેની સાથે લઈને આપણે આગળ નથી વધી શકતા.
 • તેવા વ્યક્તિને કે તેવી ચીજવસ્તુને તમારાથી તુરંત જ દૂર કરી દો કે જે તમને તમારા સક્સેસ થવામાં અડચણ રૂપ થતું હોય. બધાને ખુશ કરવાના પ્રયત્નોમાં તમે તમારી જિંદગીને બરબાદ ના કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here