જીત મેળવવા માટે ફક્ત સાહસ જ નહીં પરંતુ બુધ્ધિનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે

0
432

પ્રાચીન સમયમાં એક રાજા અને એક રાણી હતા અને તેમના 100 પુત્રો હતા, રાજા-રાણીને તેમના દરેક પુત્ર થી પ્રેમ હતો પરંતુ ધીરે ધીરે રાજાની ઉંમર થવા લાગી.  તેમને વિચાર આવ્યો કે મારા જીવતેજીવત હું રાજ ગાદી કોઈ યોગ્ય પુત્રને સોંપી દઉં.

એમ તો બધાનું કહેવું હતું કે રાજગાદી તેમના સૌથી મોટા પુત્ર ને મળવી જોઈએ પરંતુ રાજા ઉંમરમાં નહીં પણ યોગ્યતામાં વિશ્વાસ કરતા હતા. એટલા માટે તેમના મોટા પુત્રને રાજ ગાદી આપી શકતા ન હતા અને રાણીનું પણ માનવું હતું કે રાજા પતિ બુદ્ધિવાન અને સાહસી હોય.

મુગટ માટે રાજાએ એક રમત કરી

રાજાએ નિર્ણય લીધો કે તે તેમના પુત્રો સામે એક એવી ચુનોતી કરશે કે તેનાથી તે બધાને ઓળખી શકશે. અને જે તેમાં પાસ થશે તેને રાજા મુગટ પહેરવામાં આવશે. રાજ હોય તેમના પુત્રો ને ખબર પણ ના પડવા દીધી કે રાજા કઈ પરીક્ષા લઈ રહ્યા છે. યોગ્ય ઉમેદવાર બનાવવા માટે રાજાએ એક દિવસ સાંજે બધા પુત્રો માટે વિશેષ ભોજન નું આયોજન કર્યું. અને જ્યારે સમય થયો ત્યારે બધા પુત્રો ભોજન સ્થળ ઉપર આવી ગયા. બધાની સામે સેવકોએ જમવાનું મૂકી દીધું.

રાજા પાછળ ઊભા રહીને દરેક ખેલ જોઈ રહ્યા હતા. જેવા ભોજન માટે રાજકુમાર આગળ આવ્યા તેઓ તરત જ રાજાએ તેમના સૈનીકોને આદેશ આપ્યો કે જંગલી કૂતરાઓને છોડી મૂકવામાં આવે. રાજાની આજ્ઞા નું પાલન કરવામાં આવ્યું અને ભોજન સ્થળ ઉપર જંગલી કૂતરાઓને છોડી દેવાયા. અમુક રાજકુમાર કુતરાઓ ને જોઈને ભાગી ગયા અને અમુક ટેબલની નીચે સંતાઈ ગયા, અને ત્યાં જ અમુક એ તલવાર ઉઠાવી અને કૂતરાઓને ભગાડવા લાગ્યા આ બધું રાજા પાછળથી જોઈ રહ્યા હતા. અને તેમને તેમનો જવાબ મળી ગયો હતો.

બીજા દિવસે રાજદરબારમાં દરેક રાજકુમાર ઉપસ્થિત થયા કેમકે આજે રાજા નવા રાજાને ઘોષિત કરવાના હતા. દરેકના મનમાં આ શંકા હતી કે રાજા ગાદીપતિ કોને ઘોષિત કરશે. રાજાએ સૌથી પહેલા રાજકુમારો ને સવાલ કર્યો કે કાલે સાંજે તમે સારી રીતે ભોજન કર્યું કે નહીં? રાજકુમારોને કુતરા ની વાત યાદ હતી.

આ રાજકુમારના માથે મૂકવામાં આવ્યો મુગટ

અમુક રાજકુમારો એ કહ્યું કે અમે જમવાનું ના જમી શકે કેમ કે ત્યાં જંગલી કુતરાંઓ આવી ગયા હતા અને અમે ડરીને ત્યાંથી ભાગી ગયા. તો અમુક રાજકુમારો ને કહ્યું કે પિતાજી અમે ભોજન નથી કર્યું કેમ કે અમે જંગલી કૂતરાઓને ભગાડવામાં લાગ્યા હતા. તો રાજાએ કહ્યું કે કોઈએ પણ ભોજન નથી કર્યું? ત્યાં જ સૌથી નાનો પુત્ર બોલ્યો પિતાજી ભોજન ખૂબ જ સુંદર હતું મેં સારી રીતે ભોજન ગ્રહણ કર્યું અને ખુબ જ સ્વાદિષ્ટ હતું.

રાજાએ કહ્યું કે તેં તારું ભોજન કેવી રીતે સમાપ્ત કરી પુત્ર? તો પુત્રે કહ્યું કે પિતાજી જ્યારે જંગલી કૂતરાઓ સામે આવ્યા ત્યારે બધા ભાઈઓ પોતાનું ભોજન મુકીને ભાગી ગયા મારી જોડે બીજી 99 થાળી હતી. આવામાં જો કોઈ કૂતરો સામે આવતો સાથે તેને પણ થાળી આપી દેતો અને હું પણ ભોજન કરતો. અને જે કૂતરો ના માનતો તેને હું મારી તલવારથી સજા આપતો. અને તેવા મેં ભોજન પણ ગ્રહણ કરી લીધું અને સાથે જંગલી કુતરાઓ પણ મારું કંઈ ના બગાડ્યું.

આ સાંભળી રાજાએ તેના સૌથી નાના પુત્ર અને રાજા બનાવી દીધો અને કહ્યું કે મુસીબતના સમયમાં ડરી જવું સારી વાત નથી, અને માત્ર સાહસ બતાવવા થી કંઈ જ નથી થતું સાહસની સાથે બુદ્ધિ પણ હોવી જોઈએ. જો કોઈ દિવસ રાજ્ય ઉપર સંકટ આવ્યો તો માત્ર લડાઈ જવાબ નથી. પરંતુ તેની સાથે બુદ્ધિ નો પણ ઉપયોગ કરવો જોઈએ. સાહસની સાથે-સાથે બુદ્ધિ પણ હોવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here