જીયો વધુ એક ધમાકો કરવાની તૈયારીમાં છે

0
617

ભારતમાં ટેલિકોમ બજાર જેવુ આજે છે એવું બે વર્ષ પહેલા નહોતું. પાછલા વર્ષોમાં જે બદલાવ આવ્યો છે એનો શ્રેય સીધે સીધો રીલાયન્સ જીઓને જાય છે. જીઓ એ અસ્તિત્વમાં આવતા ની સાથે જ ઇન્ટરનેટમાં ક્રાંતિ લાવી દીધી છે. આજે દરેક ઘરમાં ૪જી કનેક્ટિવિટી વાળા ફોન આવી ગયા છે અને ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે.

જીઓ એ દેશમાં વોઇસ કોલિંગ એકદમ ફ્રી કરી આપ્યું છે. જીઓ એ જ દુરસંચાર માં ક્રાંતિ લાવી ને તેને બદલ્યું છે. જીઓથી આવેલો બદલાવ આજે દરેક સામાન્ય માણસને ફાયદો આપી રહ્યો છે અને આગળ પણ આપતો રહેશે. મુકેશ અંબાણીનું કહેવું છે કે, જીઓ એક બિજનેસ નથી પણ એક ડિજિટલ અભિયાન છે.

મુકેશ અંબાણીએ મોબીકોમ ૨૦૧૮ના મંચ ઉપરથી લોકોને સંબોધન કરતાં જીઓના આગામી પ્લાન અને નીતિઓ પર પ્રકાશ નાખ્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે, ૨૦૧૯ સુધીમાં ભારતની ૯૯.૯ ટકા વસ્તીની પાસે હાઈસ્પીડ કનેક્ટિવિટી હશે. અંબાણીએ આ કાર્યક્રમમાં કહ્યું કે આજનું ભારત યુવાન છે.

આજે દેશમાં ૬૩ ટકા વસ્તી ૩૫ વર્ષથી ઓછી છે. ટેક્નોલોજીનો ઉપગોગ કરવાવાળી આટલી મોટી જનસંખ્યા જ આજે ભારતની સૌથી મોટી તાકાત છે અને આગળના બે દશકાઓ માં ભારત એટલુ મજબૂત રાષ્ટ્ર બનશે કે આપનો દેશ આખા વિશ્વનું પ્રતિનિધિત્વ કરશે.

જીઓ પર બોલતા મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ક્રાંતિ આવી છે. આજે વધુમાં વધુ લોકો ટેક્નોલોજી અને ઇન્ટરનેટ થી જોડાયેલા છે. રીલાયન્સ ઇંડસ્ટ્રીજ પણ ઘણા વિભાગોમાં થતાં કર્યો અને સેવાઓને ડિજિટલ કરવા પર જોર આપી રહી છે, જેના લીધે દેશમાં વ્યાપારની સંભાવનાઓ વધી રહી છે. જીઓ ડિજિટલ ભારતની મુહિમમાં અગત્યની ભૂમિકા નિભાવી રહી છે.

આવનારા સમયમાં સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્રમાં પણ ડિજીટાયજેશનની ખૂબ જ જરૂર પડશે ત્યારે દરેક ભારતીય પાસે ડેટાની તાકાત હશે. સાથે તમને એ પણ જણાવી દઈએ કે પાછલા હપ્તે દિલ્હીમાં આયોજિત થયેલી આઈએમસી ૨૦૧૮માં મુકેશ અંબાણીએ 5G પણ ઘોષણા કરી દીધી હતી. અંબાણીએ એ પણ કહ્યું કે ૨૦૨૦ સુધીમાં રીલાયન્સ જીઓ ભારતમાં પોતાની 5G સર્વિસ લોંચ કરી દેશે.

મુકેશ અંબાણીએ એ દાવો કર્યો છે કે જીઓની 5G સર્વિસ અન્ય કંપનીના મુકાબલે સસ્તી હશે. મુકેશ અંબાણીએ કહ્યું કે આજે કંપનીની 4G સર્વિસ ૧૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ આપે છે, જ્યાં જીઓ પોતાની 5G સર્વિસમાં 10 જીબીપીએસ સુધીની સ્પીડ આપશે. એટલે કે એક પૂરી ફિલ્મને ડાઉનલોડ થવામાં ફક્ત ૧૫ સેકંડ લાગશે

 

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here