JIO નેટવર્કથી પરેશાન છો તો ફોનમાં કરો આ ૩ સેટિંગ જે તમારા મોબાઇલની નેટની સ્પીડ વધારી દેશે

0
3610

Jio ના સસ્તા પ્લાન ને લીધે પોતાના યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ એવામાં ઘણા યુઝર ને ઇન્ટરનેટની સ્લો સ્પીડનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તો ચાલો આજે અમે તમને આ પરેશાની માંથી બહાર નીકળવાનો એક સરળ ઉપાય બતાવીએ. જેની મદદથી તમે પોતાના Jio ની ઇન્ટરનેટની સ્પીડ વધારી શકો છો.

તેના માટે સૌથી પહેલા Speed Cheker નામની એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ કરી લો. ત્યારબાદ તમારા મોબાઇલ ફોનને હાલની ઇન્ટરનેટની સ્પીડ ચેક કરી લો. ત્યારબાદ ફોનના સેટિંગમાં જઇને More ઓપ્શન પર ક્લિક કરીને Mobile Network ને ઓપન કરો ત્યારબાદ APN (Access Point Names) ના સેટિંગમાં જાઓ. ત્યારબાદ Add New APN પર ક્લિક કરો અને ત્યાં નીચે દર્શાવવામાં આવેલ ઓપ્શન ભરી લો.

  • Name – jio speed
  • APN – jio net
  • Proxy – No Change
  • Port – No Change
  • Username – No Change
  • Password – No Change
  • Server – www.google.com
  • MMSC – No Change
  • MCC – 405
  • MNC – 857 OR 863 OR 874
  • Authenticaion Type – No Change
  • APN Type – IPv4 / IPv6

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સેવ પર ક્લિક કરો અને પોતાના મોબાઈલને રીસ્ટાર્ટ કરી લો. ફોન રીસ્ટાર્ટ થયા બાદ તમારા ફોનની ઇન્ટરનેટની સ્પીડ વધી જશે અને તમારે પરેશાનીનો સામનો કરવો નહીં પડે. ફક્ત એટલું જ નહીં પરંતુ Speed Cheker એપ્લિકેશનની મદદથી પણ તમે જીયો નેટની સ્પીડ વધારી શકો છો. જો આવું નથી થતું તો Network Mode અને Bearer સેટિંગ ચેન્જ કરીને પણ નેટ ની સ્પીડ વધારી શકો છો.

Network Mode થી વધારી શકો છો નેટની સ્પીડ

તેના માટે સૌથી પહેલા તમારે મોબાઇલના સેટિંગમાં જવાનું રહેશે ત્યારબાદ પર Mobole Network ક્લિક કરીને Network Mode SIM1 પર જઈને નેટવર્ક ટાઈપ જેવા કે LTE/3G/2G (Auto Connect) મળશે, જ્યાં તમે LTE ને પસંદ કરો.

Bearer સેટિંગ ચેન્જ કરીને નેટની સ્પીડ વધારો

Bearer સેટિંગ ચેન્જ કરવા માટે સૌથી પહેલા Setting માં જાઓ ત્યારબાદ Mobile Networksમાં જઈને Access Point Names પર ક્લિક કરો. ત્યારબાદ સૌથી નીચે તમને Bearer નો ઓપ્શન દેખાશે. જેમાં તમારે Unspecified ને LTE કરી દેવાનું છે. તેનાથી પણ તમારા મોબાઇલની ઇન્ટરનેટ સ્પીડ વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here