જીયોને ટક્કર આપવા વોડાફોને રજુ કર્યો જોરદાર પ્લાન, ફાયદાઓ કરી દેશે તમને હેરાન

0
1616

ટેલિકોમ કંપની વોડાફોન દ્વારા હાલમાં તેના પ્રીપેડ પ્લાનમાં ઘણા સુધારા કરેલા છે. હવે કંપનીએ પહેલી વાર તેનો વાર્ષિક પ્લાન લોંચ કર્યો છે. પાછલા થોડા વર્ષોથી ટેલિકોમ કંપનીઓ દર મહિને પોતાના વપરાશકર્તાઓ માટે નવા નવા પ્લાન લાવી રહી છે. આ સિવાય સમય સમય પર પોતાના જૂના પ્લાનને પણ અપડેટ કરતી રહે છે.

ચાલુ મહિને વોડાફોન દ્વારા પણ વપરાશકર્તાઓ માટે લાંબી અવધિનો પ્લાન લોંચ કર્યો છે. આ પ્રીપેડ પ્લાનની કિંમત તો વધારે છે પરંતુ તેને ફાયદાઓ પણ બીજા અન્ય પ્લાન કરતાં ઘણા વધારે છે. વોડાફોન દ્વારા રજૂ કરવામાં આવેલ આ પ્લાનની કિંમત ૧૪૯૯ રૂપિયા છે અને તેની વેલીડિટી ૩૬૫ દિવસની રાખવામા આવેલી છે. આ પ્લાનમાં વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહી છે. વળી, અનલિમિટેડ નેશનલ રોમિંગનો પણ ફાયદો મળશે, સાથો સાથ આ પ્લાનમાં વોડાફોન પ્લે નું પણ અનલિમિટેડ સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

આ સિવાય પ્લાનમાં વપરાશકર્તાને રોજના ૧૦૦ SMS પણ મળશે. ઇન્ટરનેટ ડેટા વિશેની વાત કરીએ તો દરરોજના 1GB ડેટા પણ વપરાશ માટે મળશે, મતલબ કે કુલ ૩૬૫ GB ડેટા મળશે જે ૧ વર્ષ માટે રહેશે. 1GB ડેટાનો વપરાશ થયા બાદ પ્રતિ MB ૫૦ પૈસાનો ચાર્જ લાગશે.

વોડાફોન દ્વારા લોંચ કરવામાં આવેલ આ પ્લાનની ટક્કર સીધી જ જીયોના ૧૬૯૯ રૂપિયાના પ્લાન સાથે થવાની છે. જીયોના આ પ્લાનમાં વપરાશકર્તાઓને અનલિમિટેડ લોકન અને નેશનલ કોલ આપી રહી છે. આ સિવાય દરરોજના ૧૦૦ લોકલ અને નેશનલ SMS આપી રહી છે. આ સિવાય પ્લાનમાં Jio TV, Jio Saavan Music aને બીજી અન્ય એપ્લિકેશન પણ મળશે.

જીયોના પ્લાનની વેલીડિટી ૧ વર્ષની છે. આ સિવાય દરરોજના ડેટા લિમિટ પૂરી થયા બાદ વપરાશકર્તાઓને વધારાનો કોઈ ચાર્જ દેવાનો રહેતો નથી. પરંતુ ડેટાની સ્પીડમાં ઘટાડો કરી દેવામાં આવે છે. વપરાશકર્તાઓ ડેટા લિમિટ પૂરી થયા બાદ 64kbps ની સ્પીડથી વપરાશ કરી શકશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here