મિત્રો BSNL સાથે હવે પતંજલિ કમ્પની એ જોડાઈ ગઈ છે ત્યારે બાબા રામદેવ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પતંજલિ સીમકાર્ડ લોન્ચ કર્યું હતું. તેમાં તેમને આ સીમકાર્ડ વિશે ઘણી બધી માહિતી આપી હતી. તેને જાણવા માટે આ આર્ટિકલ છેલ્લે સુધી જરૂર વાંચજો.
બાબા રામદેવે વધુ વિગત આપતા કહ્યું હતું કે “BSNL એક પૂર્ણ સ્વદેશી નેટવર્ક છે. તેનો સંપૂર્ણ લાભ દેશ માટે છે. પતંજલિ એ દેશ ની ભલાઈ માટે છે કમાવવા માટે નથી. તે વ્યાપાર નથી ઉપકાર છે. અર્થ થી પરમાર્થ ની પતંજલિ ની યાત્રા છે. BSNL 144 રૂપિયા નું સીમકાર્ડ બહાર પાડ્યું.
જેમાં 2 GB ડેટા ફ્રી, 100 મેસેજ અને અનલિમિટેડ કોલિંગ ફ્રી રોજ મળશે. અમેં અને પતંજલિ સાથે જોડાયેલા લોકો BSNL ની ટિમ ને પૂરો સહયોગ આપીશું. જેથી આજે આ ટેલીકોમ ની સ્પર્ધા માં પૂર્ણ રીતે સ્વદેશી કમ્પની ને પુરી તાકત દઈ શકીએ. BSNL ના પાંચ લાખ સેન્ટરો પર થી કાર્ડ સાથે પતંજલિ નું સમૃદ્ધિ કાર્ડ પણ દેવામાં આવશે.
જેના દ્વારા પતંજલિ ના પ્રોડક્ટ્સ ની ખરીદી માં 10% ની છૂટ આપવામાં આવશે. વિકલાંગતા આવવા પર અઢી લાખ રૂપિયા ની મદદ અને કોઈ એક્સિડન્ટ થવા પર 5 લાખ રૂપિયા ની મદદ મળશે. એક રીતે આ દેશ નો પ્રથમ અભિયાન હશે જેમાં અમે કરોડો લોકો ને ખરાબ સમયે આવી સહાયતા મળશે.
પતંજલિ ની દરેક પ્રોડક્ટ્સ સસ્તી હોવા છતાં 10% છૂટ આપવામાં આવશે. આ રીતે દેશ ની સેવા અમે કરીશું. આ રીતે BSNL અને પતંજલિ નું સીમકાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આમ પતંજલિ સીમકાર્ડ લોન્ચ ના કાર્યક્રમ માં બાબા રામદેવે સંપૂર્ણ માહિતી આપી હતી.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.