જીઓ બાદ નવો ધડાકો, મુકેશ અંબાણી બજાર કરતાં પેટ્રોલ ૨૦ રૂપિયા સસ્તું વેંચશે

0
4664

મુકેશ અંબાણીએ ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને ધમાલ મચાવી દીધી અને માણસોને એ સિવાય પણ બીજા સેક્ટરમાં તેમની પાસેથી આશા બંધાઈ કે તેઓ હજુ પણ બીજા ક્ષેત્રમાં આવી ક્રાંતિ ફરી લાવશે. જીઓની સફળતા બાદ તેઓએ જીઓ ગિગા ફાઇબર પણ લોંચ કરવાની તૈયારીમાં છે. પણ હવે નવી મળતી માહિતી મુજબ તેઓ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પણ ધમાલ મચાવવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણી પોતાના પેટ્રોલ પમ્પ શરૂ કરવા જઈ રહ્યા છે અને એ પણ બાકીના બધા પેટ્રોલ પમ્પ કરતાં ૧૦ થી ૨૦ રૂપિયા ઓછી કિમતથી.

મુકેશ અંબાણી જીઓના નામ હેઠળ જ આ આ પેટ્રોલ પમ્પ શરૂ કરવાના છે. પેટ્રોલના ભાવ દરેક જગ્યા એ એકસરખા નથી હોય પણ તે દરેક સિટિમાં અલગ અલગ હશે. હવે પેટ્રોલમાં પણ મુકેશ અંબાણી સાથેની હરીફાઈને કારણે બીજી કંપનીઓની ઊંઘ હરામ થઈ જવાની તૈયારીમાં છે અને તેઓએ પણ ઓછા ભાવે વેચાણ કરવાની ફરજ પડશે. સાથે એ પણ જણાવવાનું કે આ ૧૦ થી ૨૦ રૂપિયાની છૂટ એ રોકડમાં નહીં હોય પરંતુ બીજી કોઈ રીતે મળશે, પણ એ કઈ રીતે મળશે એની હજુ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી.

આપના દેશમાં અત્યારે ઇંડિયન ઓઇલ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, એસ્સાર ઓઇલ અને રીલાયન્સ કંપનીના પેટ્રોલ પમ્પ આવેલા છે. દેશમાં આજે ઇંડિયન ઓઇલ કોર્પોરેશનનાં ૨૫૬૨૭, ભારત પેટ્રોલિયમના ૧૩૬૧૯, હિંદુસ્તાન પેટ્રોલિયમનાં ૧૩૯૭૮, એસ્સાર ઓઇલના ૩૩૦૦ અને રિલાયન્સના ૧૪૦૦ જેટલા પેટ્રોલ પમ્પ આવેલા છે.

હાલમાં જ સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા ૨૫૦૦૦ નવા પેટ્રોલ પમ્પ ખોલવાની જાહેરાત કરી છે. આ સમયમાં એસ્સાર ઓઇલ પણ પોતાના બિજનેસના વિસ્તરણ માટે થઈને ૫૦૦૦ નવા પમ્પ શરૂ કરી દીધા છે. આ તમામ કંપનીઓનાં વિસ્તરણને ધ્યાનમાં લઈને રીલાયન્સ દ્વારા આ ક્ષેત્રમાં જંપલાવવાનું નક્કી કરવામાં આવ્યું.

મુકેશ અંબાણીના આ નિર્ણય પર ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ અસોશિએશનનાં અધ્યક્ષે કહ્યું કે, રિલાયન્સના આ નિર્ણયથી બીજી કંપનીઓને કોઈ ફરક પાડવાનો નથી કારણ કે રીલાયન્સ પાસે અત્યારે પેટ્રોલ પમ્પની સંખ્યા ખૂબ જ ઓછી છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here