જીયો એ કર્યો નવા વર્ષમાં મોટો ધમાકો, લઈ આવ્યું હેપ્પી ન્યુ યર ઓફર, જાણવા માટે વાંચો આર્ટિક્લ

0
2593

મુકેશ અંબાણીની કંપની જીયોએ હેપ્પી ન્યુ યર ઓફર રજુ કરી છે. આ ઓફરમાં ગ્રાહકે ૩૯૯ રૂપિયાના રીચાર્જ પર ૧૦૦% કેશબૅક આપવામાં આવશે. આ કેશબૅક કુપન સ્વરૂપે મળશે. ગ્રાહકો આ ઓફરનો લાભ ૨૯ ડિસેમબેરથી લઈ શકશે. ત્યાં જ આ ઓફર ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ સુધી ચાલશે. જેથી વધુ ને વધુ લોકો આ ઓફરનો લાભ લઈ શકે.

ગ્રાહકો માટે એક પછી એક ઓફર આપવામાં જીયો જરા પણ કચાશ નથી છોડતી. નવી નવી ઓફર આપીને ગ્રાહકોને હંમેશા પોતાની તરફ આકર્ષવામાં જીયો હંમેશા સફળ રહી છે. સાથો સાથ તેણે ગ્રાહકોને પણ ખૂબ જ પ્રમાણમા ફાયદા કરાવીને પોતાની તરફ ધ્યાન ખેંચી રાખવામા સફળ રહી છે.

આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ MyJio એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપ્લિકેશન માંથી ૩૯૯ રૂપિયાનું રીચાર્જ કરવું પડશે. રીચાર્જની પ્રોસેસ પૂરી થયા બાદ એપ્લિકેશનમાં માય કુપન સેક્શનમાં ૩૯૯ રૂપિયાનું AJIOનું કુપન આવી જશે. કુપન તમારા અકાઉંટમાં ૭૨ કલાકની અંદર જમા થશે.

જીયો તરફથી આપવામાં આવેલ આ કુપન તમે AJIO વેબસાઇટ અથવા તો તેની એપ્લિકેશન પર ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે ઓછામાં ઓછી ૧૦૦૦ રૂપિયાની ખરીદી કરવાની રહેશે. એટલે કે ૧૦૦૦ રૂપિયાની ખરીદી પર તમે ૩૯૯ રૂપિયાનું કુપનનો ઉપયોગ કરશો તો તમારા બીલમાંથી ૩૯૯ ઓછા થઈ જશે. આ કૂપનની અવધિ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીની રહેશે.

૩૯૯ રૂપિયાના રીચાર્જમાં ૮૪ દિવસની વેલીડિટી મળશે, ઉપરાંત દરરોજના ૧.૫ GB ડેટા મળશે. આ સિવાય દરરોજ ૧૦૦ SMS પણ તમને ફ્રી મળશે અને બધ જ નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકશો. તથા જિયોની બધી જ એપ્લિકેશન એકદમ ફ્રી રહેશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here