દરેક વ્યક્તિ એમાં પણ ખાસ કરીને મહિલાઓને ચહેરો તાજગીસભર બનાવવાની તમન્ના હોય છે. ચહેરાની સુંદરતા વધારવા માટે દરેક વયની વ્યક્તિ કોસ્મેટિક સર્જરી, કોસ્મેટિક વસ્તું કે બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ કરવામાં પાછું વાળીને જોતી નથી. પરંતુ એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર ત્વચાને સુંદર-કોમળ રાખી શકાય છે એવું કોઈ કહે તો માનવામાં નહીં આવે.
હાજી, આ વાત બિલકૂલ સાચી છે. આ પ્રયોગની આજથી શરૂઆત કરો. પછી થોડાં સમયમાં પરિણામ દેખાય તો આપને વાત ગળે ઉતરશે. સાવ સીધોસાદો આ પ્રયોગ છે જેમાં કંઈ પણ નૂકશાન નથી.
બસ, આટલું જ કરવાનું છે પણ થોડો સમય ધીરજ રાખવી જોઇશે. સવારે ઉંઠતાવેત બ્રશ-દાંતણ કર્યાં પહેલાં એટલે કે, નરણાં કોઠે ઘૂંટડે ઘૂંટડે એક ગ્લાસ કે વધારે પાણી પી જવું. પહેલાં દિવસે એક ગ્લાસ એ પછી પાણી પીવાનું પ્રમાણ વધારતાં જવું. તેમાંય હૂંફાળું પાણી પીવાય તો વધું ઉત્તમ.
હવે તો દરેક તબીબો પણ કોઈ પણ રોગમાં વધુમાં વધું પાણી પીવાની દર્દીઓને સલાહ આપે છે. આ પધ્ધતિ આયુર્વેદશાસ્ત્રમાં ઉષાપાન તરીકે ઓળખાય છે. રોજ સવારે ઉઠીને મોઢું ન ધોવું, દાંત સાફ ન કરવાં કે કોગળા પણ નહીં કરવાનાં. બસ, જેટલું બને એટલું વધું ધીમે ધીમે પાણી પીવાનું. કોગળા કે બ્રશ કરવાં હોય તો રાત્રે કરો. રાતે દાંત સાફ કરીને સૂઈ જવું.
આની પાછળનું શું છે તથ્ય? : વૈજ્ઞાનિકોનાં માનવાં પ્રમાણે આખી રાત દરમિયાન આપણી લાળગ્રંથીની અંદર જે લાળ જમાં થાય છે તેમાં મોટાં ભાગની બિમારીઓનાં કીટાણુંનો નાશ કરવાનો કુદરતી ગુણ હોય છે. રાત્રે સૂતાં પછી મોઢામાં લાળ સારાં પ્રમાણમાં ભેગી થશે તે સવારે પાણી પીધાં ભેગી પેટની અંદર જશે પણ પાણી પીધાં વગર દાંત સાફ કરશો તો લાળ બહાર નીકળી જશે.
લાળનાં ગુણધર્મો : સવારે સુર્યોદય પહેલાં ઉઠીને આંખની અંદર ફરતે કાજળની જેમ મોંઢાની લાળ લગાવી દેવી. ચહેરાં પર કાળાં ડાઘ-ખીલ થયાં હોય કે આંખ આસપાસ કાળાં કુંડાળા (ડાર્ક સર્કલ). એ ભાગ આસપાસ સવારની લાળ વડે માલીશ કરો. બસ થોડાં દિવસમાં ડાઘ ગાયબ થઈ જશે.
આંખમાં ચશ્માંનાં નંબર આવી ગયાં હોય તે પણ આંખ પર લાળ આંજવાથી ઉતરી જશે. દાજી ગયાં પછી ચામડી પર નિશાન પડી ગયાં હોય તે લાળનાં આ પ્રયોગ બાદ દૂર થઈ જશે. શરીરનાં કોઈ ભાગ પર ઘા નાં નિશાન પણ આ પ્રયોગ કારગર છે.
લાળગ્રંથીમાં કુદરતી રીતે લાળ બનવી જોઈએ. જો લાળ ના બનતી હોય તો તે ગંભીર બિમારીનું લક્ષણ છે. એનો કોઈ ઇલાજ તબીબી આલમમાં નથી. વરસો પહેલાં અમેરિકામાં આવાં દર્દીઓ માટે બીજાં માનવની લાળનાં પાઉચ તૈયાર કરીને વેંચવાનો વેપાર શરું થયેલો. આવાં એક પાઉંચનું હજારો ડોલરમાં વેંચાણ થતું હોવાનું કહેવાય છે. આ પ્રકારની બિમારીથી પીડાતાં પૈસાદાર લોકો શેમ્પુનાં પાઉચ જેવડાં નાનકડાં પેકેટ માટે પાણીની જેમ પૈસા ખર્ચતાં અચકાતાં નહીં.
તમેં ખાસ ધ્યાનથી જોશો તો દરેક પશુ-પક્ષી તેમનાં બચ્ચાંને જીભ વડે ચાટે છે. ગાય – ભેંસ જેવાં જીવ પોતાનાં બચ્ચાંને જીભ દ્વારા એટલાં માટે ચાટે છે કે, બચ્ચાનાં શરીરનાં ઘાવ થયાં હોય કે, કીટાણુંઓ પેદાં થયાં હોય તો લાળથી દૂર થાય. આ પ્રયોગ એકદમ નિર્દોષ છે. તેમાં કોઈ નૂકશાન થતું નથી. આપણને ફક્ત વિશ્વાસ કે ધીરજ હોવાં જોઇએ.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !