આજની લાઈફસ્ટાઈલમાં જીન્સ એક સામાન્ય પહેરવેશ બની ગયું છે. ભલે તેની શરૂઆત મજૂર વર્ગના લોકો માટે એક મજબૂત અને ટકાઉ પહેરવેશ માટે થયેલ હોય. પરંતુ આજના સમયમાં તે ફેશન ટ્રેન્ડ બની ગયું છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો મોટા ભાગના જીન્સની ચેઇન પર YKK લખેલું હોય છે. શું તમે જાણો છો એ શું લખેલું હોય છે? તમને જરૂરથી એની જાણ નહિ હોય. તો ચાલો અમે તમને તેનો જવાબ આપીએ.
હકીકતમાં ચેઇન પર લખેલ YKK નો મતલબ છે “યોશિદા કોગ્યો કબુશિકીગાઈશા”. તે એક જાપાનની કંપની છે. જે ખૂબ જ ઝડપથી ચેઇન બનાવે છે. ચેઇન બનાવતી દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. તે દરરોજની 70 લાખથી પણ વધારે ચેઇન બનાવે છે. આ કંપનીનો સૌથી મોટો પ્લાન્ટ અમેરિકાના જોર્જિયામાં છે. આંકડાઓ અનુસાર આ કંપની દરરોજ ૭૦ લાખથી પણ વધારે ચેઇનનું ઉત્પાદન કરે છે. સાથોસાથ આ કંપની ચેઇન બનાવવાના મશીન નું પણ ઉત્પાદન કરે છે.
1934માં શરૂ થઈ હતી કંપની
વર્ષ 1934માં એક જાપાની બિઝનેસમેન તોદાઓ યોશીદા એ આ કંપની શરૂ કરી હતી. એક ગણતરી અનુસાર દુનિયાભરની ૫૦ ટકાથી વધારે ચેઇન આ કંપની બનાવે છે. આ કંપની ૭૧ દેશોમાં મોજૂદ છે. ચેઇન સિવાય આ કંપની કપડાં અને બેગ બનાવવામાં ઉપયોગી અન્ય વસ્તુઓ પણ ઉત્પાદન કરે છે.