ઘણા માણસોને મૃત્યુ પહેલા જ તેનો આભાસ થઈ જાય છે. અને ઘણા ની હાલત જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે ઘણો સમય જીવિત નહિ રહી શકે. જો કોઈ માણસને કોઈ ગંભીર બીમારી થઈ જાય છે કે વ્યક્તિ ખૂબ જ ઉંમરલાયક થઈ જાય છે ત્યારે અંદાજો આવી જાય છે કે તે વ્યક્તિ હવે લાંબો સમય સુધી જીવિત નહીં રહી શકે.
આવામાં વ્યક્તિને પોતાના મૃત્યુ પહેલા કંઈક આવા કામ કરવા જોઈએ. જેનાથી તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય. વ્યક્તિને મૃત્યુ પહેલા કયા કામ કરવા જોઈએ તે શાસ્ત્રો અનુસાર જણાવીશું.
- જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને શ્રી વિષ્ણુ હરી નું 108 વખત નામનો જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિને વધુ દુઃખ સહન કરવું પડતું નથી. અને મૃત્યુ પછી તે સીધો ભગવાન હરિના ધામમાં જાય છે.
- મૃત્યુ પહેલા ગંગાસ્નાન ને વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે ગંગા સ્નાનથી વ્યક્તિ જીવનમાં કરેલા દરેક પાપમાંથી મુક્તિ મળે છે.
- જો કોઈ વ્યક્તિ મૃત્યુ ના પહેલા ગંગાસ્નાન કરે છે તો તે વ્યક્તિ માટે મોક્ષના દ્વાર ખૂલી જાય છે.