જાણો શા માટે સવારના સમયને પુજા માટે સર્વશ્રેષ્ઠ માનવમાં આવે છે

0
1142

પૂજા કરવા માટે સૌથી ઉત્તમ સમય સવારનો હોય છે,. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે સવારના સમયે પૂજા સફળ રહે છે. આપણા શાસ્ત્રો અનુસાર સવારના સમયે ભગવાનનું નામ લેવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અને બ્રહ્મમુહૂર્ત અનુસાર ઈશ્વરની આરાધના જરૃર કરવી જોઈએ. પરંતુ શું તમને એ ખબર છે કે સવારના સમયે પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે? સવારે પૂજા કરવી કેમ માનવામાં આવે છે શુભ?

સવારના સમયે મન શાંત હોય છે

સવારના સમયે બધાનું મન અને મગજ એકદમ શાંત હોય છે. એટલા માટે જ્યારે તમે સવારના સમય ભગવાનનું નામ લો છો તો તમારું સંપૂર્ણ ધ્યાન ભગવાનની ભક્તિમાં જ લીન હોય છે અને તમે સાચા મનથી પૂજા કરી શકો છો.

નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઓછો હોય છે

સવારમાં સમયે નકારાત્મક ઉર્જા ખૂબ જ ઓછી હોય છે અને વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. વાતાવરણમાં સકારાત્મક ઊર્જા હોવાથી તમારું મન પૂજામાં વધારે લાગે છે. અને સાથે તમને સવારે પૂજા કરવા માટે શુદ્ધ વાતાવરણ પણ મળી રહે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સવારના સમયે સુર્યનાં કિરણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે જ્યારે તમે સવારના સમયે સૂરજ ભગવાનને અર્ધ્ય કરો છો ત્યારે સુરજ માંથી નિકળતા કિરણો તમારા શરીરને ઘણા લાભ આપે છે અને ઘણી બીમારીઓથી તમને રક્ષણ કરે છે.

ભગવાનની શક્તિ જાગૃત થાય છે

બ્રહ્મમુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પૂજા સફળ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર બ્રહ્મમુહૂર્ત દરમિયાન ભગવાનની શક્તિ જાગૃત થાય છે અને તે સમય પૂજા કરવાથી ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

ક્યારે ચાલુ થાય છે બ્રહ્મમુહૂર્ત

આખા દિવસ 24 કલાક માં 30 મુહૂર્ત હોય છે આ મુહૂર્ત માંથી એક મુહૂર્ત ને બ્રહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. બ્રહ્મા મુહૂર્ત સવારના સમયે હોય છે અને તે 4.24 થી લઈને 5.12  સુધીનું હોય છે. આ મુહૂર્તે ને બધા મુહૂર્ત થી શુભ માનવામાં આવે છે. અને આ જ કારણથી આ સમયે ભગવાનની પૂજા કરવામાં આવે છે અને તે સિવાય ઘણા શુભ કાર્યો પણ આ મુહૂર્ત પ્રમાણે કરવામાં આવે છે.

રાખો આ વાતોનું ધ્યાન

જો તમે તમારા પિતૃઓને સંબંધિત કોઇ પૂજા કરો છો તો એ પૂજા ને તમે સવારના સમયે ના કરો. કેમકે પિતૃઓની પૂજાને બપોરનો સમય યોગ્ય માનવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે બાર વાગ્યા થી ૪ વાગ્યા વચ્ચે પિત્રુઓની પુજા કરવાથી આ પૂજાનો લાભ તમને મળે છે. અને એ વાતનું પણ ધ્યાન રાખવું કે બપોરના સમયે પિત્રુઓની પુજા દરમિયાન બીજી કોઈ પૂજા ન કરવી અને કોઈ શુભ કામ પણ ના કરવું કેમકે બપોરના સમયે નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here