જાણો શા માટે ગણેશજીને ધારણ કરવું પડ્યું હતું સ્ત્રી રૂપ, શું છે તેની પાછળની કહાની

0
1000

મહિલાઓને આપણા સમાજમાં કોઈપણ સ્તર પર કમજોર માનવામાં આવે છે. પરંતુ આપણા ભગવાને સ્ત્રી રૂપને ક્યારેય કમજોર નથી માન્યો. એક બાજુ દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, કાલી, પાર્વતી માતા છે. તો બીજી બાજુ એવું પણ બને છે કે ભગવાનને પણ સ્ત્રીરૂપમાં આવવું પડ્યું. સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ, રચયિતા બ્રહ્મા, હનુમાન, ઇન્દ્ર બધાએ કોઈક ને કોઈક વખત સ્ત્રી રૂપ ધારણ કર્યું છે અને સમાજનો કલ્યાણ કર્યું છે.

તેમનું સ્ત્રી બનવા પાછળનું કારણ ભલે ગમે તે હોય પરંતુ ઉદ્દેશ એક જ છે. ઘણીવાર સમસ્યાના સમાધાન માટે સ્ત્રી ની જરૂર હોય છે. એવી જ એક ઘટના બની હતી કે જેમાં ભગવાન શ્રી ગણેશ ને સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. ભગવાન શ્રી ગણેશ માતા પાર્વતી અને શિવના પુત્ર હતા તે ખૂબ જ પૂજનીય છે અને કહેવામાં આવી છે કે કોઈપણ કામની શરૂઆત ના સમયે તેમની પૂજા તેમના નામના સાથે થશે.

પુરાણોમાં ભગવાન શ્રી ગણેશનું સ્ત્રીરૂપ નુ વર્ણન કર્યું છે. ગણેશજી પહેલા વિનાયક રૂપ માં હતા અને તેમના સ્ત્રીરૂપ નો નામ વિનાયકી થી ઓળખાય છે. વન દુર્ગા ઉપનિષદમાં ભગવાન શ્રી ગણેશના સ્ત્રી રૂપનું વર્ણન જોવા મળશે.

કેમ ભગવાન શ્રી ગણેશ એ ધારણ કર્યું હતું સ્ત્રીરૂપ?

એક પૌરાણિક કથા અનુસાર અંધક નામનો એક દૈત્ય હતો અને તે ખૂબ જ ક્રૂર હતો એક દિવસ તેણે માતા પાર્વતી સાથે જબરજસ્તી તેમની પત્ની બનાવવાના પ્રયત્નો કર્યા. તેવાઓ માતા પાર્વતીએ પોતાની સહાયથી ભગવાન શિવને બોલાવ્યા. પોતાની પત્નીની દૈત્યથી બચાવવા માટે ભગવાન શિવે તેમને ત્રિશૂળ થી તેની આરપાર કરી નાખ્યું.

અંધક નું મૃત્યુ તે તલવારથી નહોતું થયું પરંતુ ત્રિશુલ ના પ્રહારથી તેના લોહીની એક એક બુંદ થી રાક્ષસ અંધક નો નિર્માણ થવા લાગ્યો. માતા પાર્વતી સમજી ગયા કે દરેક દૈવીય શક્તિ પાછળ બે તત્વો હોય છે. પહેલું પુરુષ તત્વ જે તેની માનસિક રૂપથી  સક્ષમ બનાવે છે. અને બીજું સ્ત્રી તત્વ હોય છે જે તેની શક્તિ આપે છે.

માતા પાર્વતી સમજી ગયા કે શિવજીના પ્રહારથી પુરુષ તત્વ નાશ થઈ ગયુ પરંતુ સ્ત્રી તત્વના નાશ માટે સ્ત્રીઓ ની જરૂર પડશે. અને તેમણે દરેક દેવીઓ ને આમંત્રણ આપ્યું જે શક્તિ રૂપ છે. માતા પાર્વતીના બોલાવવાથી દરેક દૈવીય શક્તિ પોતાના સ્ત્રી રૂપમાં પ્રગટ થઈ ગઈ. અંધક દૈત્યના લોહી પડવાના પહેલા તેને પોતાની અંદર સમાવી લીધો જેનાથી રાક્ષસી અંધક નો આકાર ઘટવા લાગ્યો.

પરંતુ અંધકના નીકળતા લોહીને બંધ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું તેવામાં ભગવાન શ્રી ગણેશ સ્ત્રી રૂપમાં આવ્યા. વિનાયકી રૂપમાં આવેલા ગણેશ ભગવાને અંધક નું બધું જ લોહી પી લીધું. તેવી રીતે ગણેશજી સાથે દરેક દૈવીય શક્તિ ના સ્ત્રી રૂપથી અંધક નો નાશ થઈ ગયો. ભગવાન શ્રી ગણેશના સ્ત્રી રૂપની ઓળખ 16મી સદીમાં થઈ હતી. વિનાયકી નું શરીર માતા પાર્વતી નું હતું પરંતુ મુખ હાથી જેવું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here