ભારતમાં હેડકી સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે જેમકે તમને હેડકી આવી રહી છે તો મતલબ તમને કોઈ યાદ કરી રહ્યું છે. વિચારો તમને કોણ યાદ કરી રહ્યું છે, જો સાચું નામ લેશો તો હેડકી રોકાઈ જશે. હેડકી આવવા માટેના તો ઘણાં કારણ હોઇ શકે છે. પરંતુ વારંવાર હેડકી આવવી એ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર એક બીમારી છે.
પરંતુ આ હેડકી શું છે અને તે ક્યાંથી આવે છે. તેનું સાચું કારણ શું છે? દરેક વ્યક્તિ આ વાતને જાણવા ઈચ્છે છે. તો અમે તમને આ પોસ્ટમાં જણાવીશું કે હેડકી શા માટે આવે છે અને તેની પાછળનું કારણ શું હોય છે. તે સિવાય અમે એ પણ જણાવીશું કે હેડકી થી છુટકારો કઈ રીતે મેળવી શકાય છે.
મોટાભાગે હેડકી આવવાનું કારણ જ્યારે આપણે બહુ ભોજન લઇ અથવા તો વધુ પ્રમાણમાં પાણી પી લઈએ ત્યારે આવે છે. હેડકી નો અવાજ આપણા ડાયફ્રામ થી આવે છે. ડાયફ્રામ એક માંસપેશી છે જે છાતીની નીચે અને પેટની વચ્ચે સ્થિત છે. ડાયફ્રામ છાતી અને પેટ વચ્ચેના હિસ્સાને અલગ કરે છે. તેની શ્વાસ લેવામાં મહત્વની ભૂમિકા હોય છે અને તેના કારણે જ હેડકી આવે છે. જ્યારે કોઈ કારણોસર ડાયફ્રામ સંકોચાય છે તો ફેફસા હવાને ઝડપથી અંદરની તરફ ખેંચે છે જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને હેડકી આવવા લાગે છે.
જ્યારે પણ આપણને હેડકી આવે છે ત્યારે આપણે પાણી પી લઈએ છીએ. પરંતુ ઘણીવાર પાણી પીધા છતાં પણ હેડકી ને રોકી શકવી મુશ્કેલ બની જાય છે એવામાં અમે તમને થોડા ઘરેલું નુસખા બતાવી રહ્યા છીએ જેના કારણે હેડકી આવવાની બંધ થઈ જાય છે.
- પોતાના શ્વાસને 10 સેકન્ડ સુધી રોકી રાખવો આવું કરવાથી હેડકી આવવાની બંધ થઈ જશે.
- ખાંડને જીભ ને નીચે રાખવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.
- જ્યારે હેડકી આવી રહી હોય ત્યારે પોતાનું ધ્યાન ત્યાંથી હટાવી ને બીજી જગ્યા પર લગાવો આવું કરવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.
- જ્યારે કોઈ તમને અચાનક જ આશ્ચર્ય ચકિત કરી દે તો પણ હેડકી બંધ થઈ જાય છે.