જાણો સડક પર બનાવવામાં આવેલી લાઇનનો શું મતલબ હોય છે, તેની જાણકારીથી અકસ્માત ટાળી શકાય છે

0
1594

ભારતમાં રસ્તા પર ચાલી રહેલા મોટાભાગના ડ્રાઇવર એવા છે જે નિયમો પર ધ્યાન નથી આપતા. જેના પરિણામે અવાર-નવાર રોડ એકસીડન્ટ મા ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. શું તમે જાણો છો કે રસ્તા પર જે પીળી અને સફેદ લાઈન હોય છે તે શું દર્શાવી રહી હોય છે.

તે લાઈન નો એક પોતાનો મતલબ હોય છે. જો તમે તેને જાણી લેશો તો એક્સીડન્ટ થી બચી શકો છો. રોડ પણ બ્રોકન વ્હાઇટ લાઇન, સોલિડ વ્હાઇટ લાઇન, ડબલ યેલો લાઇન જેવી લાઈનો હોય છે. તો ચાલો જાણીએ કે આ લાઈન નો મતલબ શું થાય છે.

બ્રોકેન વ્હાઇટ લાઈન (તુટક સફેદ પટ્ટી)

તમે અવારનવાર રસ્તા પર બ્રોકન વ્હાઇટ લાઇન જોઈ હશે. તેમાં રસ્તા પર થોડા થોડા અંતરે સફેદ લાઈન બનાવેલ હોય છે. આ લાઈન દર્શાવે છે કે તમે લેન ચેન્જ કરી શકો છો. જો તમને કોઈ ખતરો ન જણાઈ રહ્યો હોય તો તમે ઓવરટેક અને યૂ-ટર્ન પણ લઈ શકો છો.

સોલિડ વ્હાઇટ લાઇન (સીધી સફેદ પટ્ટી)

જો તમે એવા રસ્તા પર ચાલી રહ્યા છો જ્યાં સોલિડ વ્હાઇટ લાઇન એટલે કે સીધી સફેદ પટ્ટી બનાવેલ છે. તો આ સફેદ પટ્ટી દર્શાવે છે કે તમે ઓવરટેક નથી કરી શકતા અને યૂ-ટર્ન પણ નથી લઈ શકતા.

ડબલ યલો લાઇન (બે પીળા રંગની પટ્ટી)

જે રસ્તાની વચ્ચોવચ ડબલ યલો લાઇન બનાવેલ હોય ત્યાં તમે લાઇન ને ક્રોસ નથી કરી શકતા. મોટાભાગે તે ટુ-લેન રોડ પર હોય છે. વિરુદ્ધ દિશામાંથી આવી રહેલ વાહન સાથે દુર્ઘટના ટાળવા માટે આ નિયમ બનાવવામાં આવેલ છે.

સિંગલ યલો લાઇન અને બ્રોકન યલો લાઇન (પીળા રંગની સીધી પટ્ટી અને તુટક પીળા રંગની પટ્ટી)

એવા રસ્તા પર કે જ્યાં એક સિંગલ યલો લાઇન અને તેની બાજુમાં જ બ્રોકન યલો લાઇન હોય તો તેનાથી જાણ થાય છે કે જો તમે બ્રોકન લાઇનની તરફ ડ્રાઇવીંગ કરી રહ્યા છો તો તમે ઓવરટેક કરી શકો છો. વળી જો તમે લાઇન તરફ ડ્રાઇવીંગ કરી રહ્યા છો તો તમે ઓલ ટેક નથી કરી શકતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here