જાણો ફેસબુકમાં કેવી રીતે શેયર કરશો 3D ફોટો? બહુત સરળ છે રીત

0
1193

જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો ફેસબુકમાં તમારું અકાઉંટ જરૂર હશે. રોજ આપણે બીજાની પોસ્ટ જોઈએ છીએ અને લાઇક અને કમેંટ કરીએ છીએ. એટલુ જ નહીં પણ જ્યારે તમે પોતાની વોલ પર પોસ્ટ કરો છો તો વધારે માં વધારે લાઇક અને કમેંટની આશા રાખો છો. પહેલા તો લોકો ફેસબુકમાં કઈ પણ પોસ્ટ કરતાં હતા પણ હવે તો બહુ જ ક્રીએટિવિટિ આવી ગઈ છે. આ વધી ક્રીએટિવિટિને જોતાં ફેસબુકે પણ 3D ફોટોનો ઓપ્શન ઉમેર્યો છે. જો તમે પણ ફેસબુક માં પોતાનો 3D ફોટો પોસ્ટ કરવા માંગો છો તો અમે તમને બતાવીશુ.

કેવી રીતે 3D ફોટો અપલોડ કરશો

સૌથી પહેલા તમને બતાવી દઉં કે હાલ તો 3D ફોટો નો ઓપ્શન ફક્ત મોબાઇલ એપ્લિકેશનમાં જ છે. જો તમે તેનો ઉપયોગ ડેસ્કટોપમાં કરવા માંગો છો તો એ નહીં બની શકે. તો પોતાના ફેસબુકમાં 3D ફોટો શેયર કરવા માટે સૌથી પહેલા તમારે ફોનમાં ફેસબુક 360 પેજને ઓપન કરીને તેને લાઇક કરવાનું રહેશે. પેજને લાઇક કરીને ફેસબુક બંધ કરી દો, હવે તમારા ફોનમાં ફેસબુક 3D ઓપ્શન આવી ગયું હશે.

હવે તમારા મોબાઇલના કેમેરાથી એક તમારો ફોટો લો. પણ એ વાતનું ધ્યાન રાખજો કે ફોટો Portrait Mode માં જ લેવાના રહેશે. એટલે કે bokeh mode માં જ જેને તમે blurr background પણ કહો છો. ત્યારબાદ ફેસબુકમાં જઈને ન્યુ પોસ્ટ કરો. જ્યાં ફોટો, વિડિયો, ટૅગ વગેરે ઓપ્શન સાથે 3D ઓપ્શન પણ મળશે. તમારે તેને ક્લિક કરવાનું છે અને તમારા ફોટાને ઇન્સર્ટ કરવાનો છે અને ફોટાને શેર કરી દેવાનો છે. એ સાથે જ તમારો ફોટો 3Dમાં પોસ્ટ થઈ જશે. જે તમારા સાધારણ ફોટા કરતાં કઈક અલગ જ દેખાય છે.

હવે તમારો આ 3D ને જોવા માટે ફોન ને થોડો મુવ કરશો તો 3D ઇફેક્ટ દેખાશે. ફેસબુકે આ ઇફેક્ટ લોંચ કરી દીધી છે જે android અને iOS બંને માટે છે. પરંતુ ભારતમાં હાલ આપણને ફક્ત આ ઇફેક્ટ iOS ડિવાઇસમાં જ દેખાશે. Android ફોનમાં થોડા સમય બાદ ઉપલબ્ધ થશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here