જન્મ તારીખનાં આધારે તમે પોતે જ જુઓ કે તમારું ભાગ્ય ક્યારે ચમકશે

0
5311

દરેક વ્યક્તિ પોતાના વેપાર-ધંધામાં સફળ થવા માંગે છે જેથી કરીને તે અઢળક ધન કમાઈ શકે અને પોતાના સપનાઓ પૂરા કરી શકે. દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે એ જીવનમાં ખૂબ જ આગળ વધે. લોકો પોતાના સપનાઓ પૂરા કરવા માટે ખૂબ જ મહેનત કરતાં હોય છે અને તમને આ મહેનતનું ફળ પણ મળી જ રહે છે. પરંતુ અમુક લોકોને લાંબો સમય મહેનત કર્યા બાદ પણ આનું પરિણામ કે ફળ મળતું નથી અથવા તો લાંબા સમય બાદ આનું ફળ મળે છે.

આપણે જ્યોતિષ શાસ્ત્ર વિશે તો સૌ કોઈ જાણીએ જ છીએ પણ જ્યોતિષ શાસ્ત્રનો એક મહત્વનો ભાગ છે અંકશાસ્ત્ર. તેની મદદથી આપણે ભવિષ્ય વિશે ઘણી જાણકારી મેળવી શકીએ છીએ. અંકશાસ્ત્રની મદદથી આપણાં માટે ક્યો અંક, વાર, તારીખ, સમય શુભ છે એ જાણી શકાય છે. અહી તમને અંકશાસ્ત્રની મદદથી જણાવશુ કે તમને જીવનમાં ક્યારે સફળતા પ્રાપ્ત થશે અને તમારું નસીબ ક્યારે ઉજ્જવળ બનશે.

અંક-૧

જે વ્યક્તિની જન્મ તારીખ ૧, ૨૮, ૧૦, ૧૯ હોય એ બધાનો અંક ૧ થશે. આ અંક વાળા લોકોને સફળતા ખૂબ જ ઝડપથી મળે છે. તેમનું નસીબ નાની ઉમરમાં જ ચમકવા લાગે છે. પોતે કરેલી મહેનતના પ્રમાણમા તેમણે ઉચિત ફળ પણ મળે છે. આથી તેઓ જીવનમાં પોતે ધરેલા દરેક કર્યા પાર પડી શકે છે.

અંક-૨

જે વ્યક્તિની જન્મ તારીખ ૨, ૨૦, ૧૧ હોય છે તેમનો અંક ૨ થાય છે. જો આ જન્મ તારીખ વાળા વ્યક્તિ પોતાની મહેનત પાર ભરોસો રાખે તો બહુ જલ્દી જ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

અંક-૩

જે વ્યક્તિનો જન્મ ૩, ૧૨, ૩૦ તારીખનાં રોજ થયેલ હોય છે તે લોકોને અગર બહુ જલ્દી સફળતા ના મળે તો નિરાશ થવું નહીં. કારણ કે, ૩૦ વર્ષની ઉમર બાદ તમે કરેલ તમામ મહેનતનુ ફળ તમને એક સાથે જ મળી રહેશે.

અંક-૪

જે લોકોની જન્મ તારીખ ૪, ૨૨, ૧૩, ૩૧ છે તે લોકોને તેમની મહેનતનુ ફળ ૩૫ વર્ષની ઉમર પછી મળશે. થોડી અડચણો આવશે પણ જો એ અડચણોથી ગભરાશો નહીં તો સફળતા અચૂક મળશે.

અંક-૫

જે લોકોનો જન્મ ૫, ૧૪, ૨૩ તારીખનાં રોજ થયો હશે એ લોકોને પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડશે. વેપાર-ધંધામાં પણ નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ લાંબા સામના સંઘર્ષ બાદ તેમણે સફળતા જરૂર મળશે.

અંક-૬

જે વ્યક્તિનો જન્મ ૬, ૧૫, ૨૪ તારીખનાં થયેલો છે. તે વ્યક્તિનો ભાગ્યોદય ૩૩ વર્ષની ઉમર પછી થશે. એ વ્યક્તિને પરિવારનો સાથ સારો રહેશે અને મહેનતના પ્રમાણમા સારી એવી સફળતા માહિ રહેશે.

અંક-૭

આ અંક વાળા વ્યક્તિ એટલે કે ૭, ૧૬, ૨૫ તારીખે જન્મેલા વ્યક્તિએ ક્યારેય પોતાની નિષ્ફળતાથી નિરાશ થઈને બેસી જવું નહીં અને મહેનત કરતાં રહેવું. એકધારી મહેનતથી તેમનું નસીબ ચમકવા લાગશે.

અંક-૮

આ અંક વાળા વ્યક્તિ કે જેમની જન્મ તારીખ ૮, ૧૭, ૨૬ છે તેમને ૪૨ વર્ષની ઉમર પછી ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે. ત્યારબાદની ઉમર તેઓ આરામથી પસાર કરી શકશે.

અંક-૯

જે વ્યક્તિનો જન્મ ૯, ૧૮, ૨૭ તારીખના થયો હશે તેમને ખૂબ મહેનતના અંતે ૨૮ વર્ષની ઉમર પછી તેમની મહેનતનુ ફળ મળવાનું ચાલુ થશે અને તેઓ પૈસા, નામ અને સફળતા પ્રાપ્ત કરશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here