જમવાનું શરૂ કરતાં પહેલા કરો આ એક કામ, ઘરમાં ક્યારેય નહીં આવે ગરીબી

1
560

ખોરાક તે દરેક માણસના જીવનની પહેલી અને અગત્યની વસ્તુ છે. આ જમાનામાં દરેક માણસ બે ટાઈમ રોટી મેળવવા માટે દિવસ રાત મહેનત કરે છે, કેમ કે તેના પરિવાર કોઈ દિવસ ભૂખ્યા પેટે ના સૂવું પડે. ખોરાક વગર ધરતી પર જીવન અસંભવ છે. સાયન્સના એક રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે જે માણસો પેટ ભરીને ખોરાક લે છે તેમને સારી ઉંઘ આવે છે. અને તેનાથી ઊલટું જે માણસો ખોરાક નથી લેતા તેમને ઊંઘ નથી આવતી.

ખોરાક ની કિંમત એ જ વ્યક્તિ જાણી શકે છે જેણે ઘણા સમય સુધી ખોરાક ગ્રહણ ના કર્યો હોય અને ભૂખના મહત્વને સમજતો હોય. તમને ખબર જ હશે કે અમીર માણસો ના છોકરાઓને દરેક ચીજ વસ્તુ વગર માંગે મળી જાય છે તેથી તેમને મહેનત નથી કરવી પડતી અને ગરીબ ના બાળકો બાળપણથી જ બે ટાઈમ ની રોટલી માટે જીવતા હોય છે અને એક દિવસ સફળ બને છે.

ભોજનને અન્ન દેવતાના રૂપમાં ભારતમાં પૂજવામાં આવે છે. માન્યતા છે કે જે અન્ન ની કદર નથી કરતું અન્ન એની પણ કદર નથી કરતો. ખોરાક આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં ભોજન ને કદર કરવામાં આવે છે તે ઘરમાં ધન ક્યારેય ઓછું નથી થતું. આજે તમને એવા સરળ ઉપાયો જણાવીશું કે જેને અપનાવવાથી ગરીબીનો હંમેશા ત્યાગ થશે અને તેના માટે તમારે વધુ મહેનત ની પણ જરૂર નથી.

ભોજન કરતાં પહેલાં કરવું આ કામ

દરેક વ્યક્તિના જીવનમાં ભોજન એક અહમ ભૂમિકા નિભાવે છે. જો તમે ઘરમાં બરકત મેળવવા માગતા હોવ અને ઈશ્વરને પ્રસન્ન કરવા માગતા હોવ, તો નિયમિત રીતે ભોજન કરતા સમયે પહેલો કોળિયો લીધા પહેલા બે હાથ જોડીને ઈશ્વરનું નામ લેવાથી ધનની કમી ક્યારેય નહીં આવે. માં લક્ષ્મીની કૃપા બની રહેશે આમ કરવાથી સકારાત્મક શક્તિ સાથે પ્રેમપૂર્વક ભોજન ગ્રહણ કરી શકો છો.

ક્યારે નહીં આવે ગરીબી

ઈશ્વર આ સૃષ્ટિના કણકણમાં વસે છે અને તેવામાં ભોજન કરતા સમયે ઈશ્વર નું નામ લેવાથી મન શાંત થાય છે અને ઈચ્છાશક્તિ ડબલ થાય છે. તેનાથી શરીરમાં નવી ઉર્જા મળે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. આ કામ કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ગરીબી નથી આવતી.

થાળીમાં ના ધોવા હાથ

શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ઘર માં ખોરાક નો અનાદર કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય ખુશી નથી આવતી અને હંમેશા ધનની કમી રહે છે. તેવામાં ભોજન કર્યા બાદ ક્યારેય ભૂલથી પણ થાળીમાં હાથ ના ધોવા એવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે અને ક્યારેય પાછા નથી ફરતા. તેથી ભોજન કરતા પહેલા હાથ સારી રીતે ધોવા અને ભગવાનને યાદ કરી ભોજન ગ્રહણ કરવું તેથી આગળ જતા તમારે કોઈપણ આ સમસ્યાનો સામનો ના કરવો પડે.

1 COMMENT

  1. Very Good reading please send more attach ment read to heart every one happy and given God bless you
    Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here