ઇમરાન ખાને કહ્યું કે, ભારત તરફથી મિસાઇલ હુમલાનો ડર સતાવતો હતો, આખી રાત સુઈ નથી શક્યા

0
683

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ‌ તણાવની અસર પાકિસ્તાન ઉપર ચોખ્ખી રીતે દેખાઈ આવી રહી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાન સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમને ડર હતો કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી બાદ ભારત ક્યાંક મિસાઈલ હુમલો ના કરી દે એટલા માટે પૂરા દેશને એલર્ટ પર રાખવામાં આવેલ હતો. હવાઈ સેવાઓ પણ રોકી દેવામાં આવી અને સેનાને પણ કોઈપણ કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

ઇમરાન ખાને જણાવ્યું હતું કે ભારત દ્વારા લેવામાં આવેલ પગલાંથી અમે ખુશ નથી. જેવી રીતે તેઓ અમારી સીમામાં દાખલ થયા હતા તેવી જ રીતે અમે પણ ભારતીય સીમાની અંદર આવ્યા હતા. તેમના બે વિમાનો અમે નષ્ટ કર્યા હતા પરંતુ અમે શાંતિ ઇચ્છીએ છીએ. તમે ફક્ત એ બતાવવા માંગતા હતા કે અમે પણ હુમલો કરી શકીએ છીએ. ભારતે હુમલો કર્યા બાદ પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ વિરુધ્ધ દસ્તાવેજો સોપ્યા હતા. જો ભારત હુમલા પહેલા અમને દસ્તાવેજો સોંપી દીધા હોત તો અમે કાર્યવાહી જરૂર કરતાં પરંતુ તેમણે દસ્તાવેજ સોંપ્યા પહેલા જ અમારી ઉપર હુમલો કરી દીધો.

તેમણે આગળ જણાવ્યું હતું કે અમે કોઈપણ પ્રકારની લડાઈ ઇચ્છતા નથી અને તે માટે અમે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ અમે જે આ કોશિશ કરી રહ્યા છીએ તેને કમજોરી સમજવામાં ન આવે.

પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી સ્થળ ઉપર ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં‌ આવેલો બોમ્બમારો ના જવાબમાં બુધવારે સવારે પાકિસ્તાન વિમાન પણ ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા અને બોમ્બમારો કરેલ હતો. તેના જવાબમાં ભારતીય વિમાનોએ પાકિસ્તાનના વિમાનોને ભગાડી દીધા હતા અને તેમનું એક લડાકુ વિમાન પણ નષ્ટ કરી દીધું હતું. પરંતુ દુર્ભાગ્યવશ ભારતનું એક મિગ વિમાન પાકિસ્તાની સીમામાં ક્રેશ થયું હતું અને પાઈલટ અભિનંદન વર્તમાનને ગિરફતાર કરી લેવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ ભારતે કોઈપણ પ્રકારની જવાબી કાર્યવાહી કરી ન હતી. પરંતુ પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને ત્રણેય સેનાના પ્રમુખ તથા એન.એસ.એ. ની બેઠક લાંબી ચાલી હતી જે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બની ગઈ હતી. સમગ્ર પાકિસ્તાન એલર્ટ પર રાખવામાં આવેલ હતું. એટલે સુધી કે ઇમરાન ખાને પોતે જણાવ્યું હતું કે તેઓને ડર હતો કે ભારત મિસાઈલ હુમલો ના કરી દે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here