હવે વોટ્સઅપમાં મેસેજ ટાઇપ કરવાની જરૂર નથી, તમે જે ભાષામાં બોલશો તે ભાષામાં ટાઇપ થતું જશે

0
5884

મેસેજ કરવા માટે અને ચેટિંગ કરવા માટે વોટ્સઅપનો ઉપયોગ વધી રહ્યો છે. વોટ્સઅપમાં હવે તમે ટાઇપ કર્યા વગર, બોલીને પણ તમારી ભાષામાં મેસેજ મોકલી શકો છો. મતલબ કે હવે તમારે કોઈને મેસેજ મોકલવા માટે ટાઇપ કરવાની જરૂર નથી, ફક્ત તમે ફોનના માઇકમાં જે બોલશો તે ટાઇપ થતું જશે. Dictation ફીચરની મદદથી તમે ટાઇપ કર્યા વગર જ બોલીને પણ મેસેજ મોકલી શકો છો.

Dictation ફીચર ગૂગલ અસિસ્ટેંટ અને Siri જેવા સ્માર્ટ વોઇસ અસિસ્ટેંટમાં પહેલાથી આપવામાં આવેલ છે. વોટ્સઅપમાં આ ફીચર હવે ઇન બિલ્ટ જ આપવામાં આવેલ છે. કોઈપણ વપરાશકર્તા હવે કીબોર્ડ માં આપવામાં આવેલ માઇક આઇકોન (માઇકનું નિશાન) પર ક્લિક કરીને બોલીને મેસેજ ટાઇપ કરીને મોકલી શકે છે. Dictation ફીચરનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તા એ સૌથી પહેલા વોટ્સઅપ ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ એ કૉન્ટૅક્ટ પર ક્લિક કરવાની રહેશે જેને તે મેસેજ મોકલવા માંગે છે.

કૉન્ટૅક્ટ (જે વ્યક્તિને મેસેજ મોકલવા માંગો છો) પર ક્લિક કરીને કીબોર્ડ કે જેની મદદથી તમે મેસેજ ટાઇપ કરો છો તેમાં વપરાશકર્તાને કાળા કલરનો માઇક કીબોર્ડના ઉપરના ભાગે મળી રહેશે. જ્યારે આ ઓપ્શન iOS વપરાશકર્તાઓ માટે નીચે જમણી તરફ મળી રહશે. મેસેજ ટાઇપ કરવા માટે માઇક પર ક્લિક કરો અને જે મેસેજ મોકલવા માંગો છો તે બોલો. જેવો તમે પોતાની ભાષામાં મેસેજ બોલશો એ આપમેળે ટાઇપ થતો જશે. હવે ટાઇપ થઈ ગયેલા મેસેજને સેન્ડ કરી દો.

વોટ્સઅપ વપરાશકર્તા આ મેસેજને મોકલતા પહેલા તેમાં ફેરફારો કરવા હશે તો પણ કરી શકશે. આ ફીચરનો ત્યારે વધુ ફાયદાકારક લાગે છે જ્યારે લાંબો મેસેજ કરવાનો હોય. આવા સમયે તમે લાંબો મેસેજ ટાઇપ કરો છો તો તેમાં ઘણો સમય લાગે છે પરંતુ બોલીને તમે બહુ જડપથી મેસેજ ટાઇપ કરી શકો છો.

જો તમારા વોટ્સઅપના કીબોર્ડમાં કાળા કલરનું માઇકનું ઓપ્શન નથી આવતું તો બની શકે છે કે Show Suggestion Strip બંધ હોય મતલબ કે disable હોય. તો તમને એ નિશાન ના દેખાય તો તેને ચાલુ કરવા માટે સૌથી પહેલા ફોનના settingમાં જાઓ. Settingમાં ગયા બાદ System પર ક્લિક કરો. ત્યાં લેંગ્વેજ એન્ડ ઈનપુટ ઓપ્શનમાં જાઓ. ત્યારબાદ વર્ચુયલ કીબોર્ડ પર ક્લિક કરો. વર્ચુયલ કીબોર્ડના Gboard ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમે Text Correction પર ક્લિક કરો. ત્યાં પહોચ્યા બાદ Show Suggestion Strip ને On કરી દો. આ સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ તમારા વોટ્સઅપના કીબોર્ડમાં તમને હવે માઇકનું નિશાન દેખાવા લાગશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here