હવે તમારે નહીં આવે વિજળીનું બિલ, નવા વર્ષ પહેલા સરકારે આપી મોટી ખુશખબર

0
1135

સરકારે હવે વીજળી વપરાશકર્તાઓ માટે ખુશખબર આપવાના મૂડમાં છે. દર બે મહિને વધુ પડતાં બિલ ભરવાથી પરેશના છો તો હવે તમારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે તમારે ત્યાં વીજળીનું બિલ જ નહીં આવે. જાણીને નવાઈ લગીને પણ હા આ વાત બિલકુલ સાચી છે હવે નવા વર્ષથી એટલે કે ૨૦૧૯ માર્ચ મહિનાથી તમારા ઘરે વીજળીનું બિલ નવી આવે.

સરકાર દ્વારા લોકોને રાહત આપવાના ઉદેશ્ય થી આ નિર્ણય લેવાયો છે વીજળી મંત્રાલયે નિર્ણય કર્યો છે કે આવતા ત્રણ વર્ષમાં દેશભરમાં વીજળીના તમામ મીટરોને સ્માર્ટ કરી આપવામાં આવશે, એટલે કે બધા જ મિટરને પ્રીપેડ બનાવી દેવામાં આવશે.

સરકાર અને વીજળી મંત્રાલય દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ વિજળી અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યૂશનમાં થઈ રહેલા નુકશાનનો ઘટાડો કરવાનો છે. આ સાથે જ વિજળી વિતરણ કરતી કંપનીઓની સ્થિતિ વધુ સારી બનાવવા અને ઉર્જાનો બચાવ કરવાનો છે પણ ઉદેશ્ય રહેલો છે. સાથો સાથ પેપર બિલની પણ પ્રથા ખતમ થઈ જશે અને બિલની ચૂકવણીમાં પણ ખૂબ જ સરળતા રહેશે.

સરકારના જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર ગરીબોના હિત માટે છે. તેનું કારણ જણાવતા કહ્યું કે, ગરીબ લોકોને આખા માહિનાનું બિલ ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં. આખા મહિનાના બિલની ચુકવણી બદલે પોતાની જરૂરિયાત મુજબ બિલની ચુકવણી કરી શકશે. આ સ્માર્ટ મીટરના મોટા પાયે થનારા વિનિર્માણથી રોજગારી પણ ઘણા લોકોને મળી રહેવાની છે.

આ બધા જ સ્માર્ટ મીટરને વિજળી નિગમમાં બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમમાં જોડવામાં આવશે. કંટ્રોલરૂમમાં રાખવામા આવેલા કર્મચારી સ્કડા સોફ્ટવેરની મદદથી મીટરનું રીડિંગ ચેક કરી શકશે. જો કોઈ વ્યક્તિ પોતાના મીટર સાથે છેડછાડ કરે છે તો તેનો સંકેત કંટ્રોલ રૂમમાં મળી રહેશે. જો કોઈ ગ્રાહક સમયસાર પોતાનું બિલનું પેમેંટ નથી કરતો તો તેનું વિજળી કનેક્શન ત્યાં કંટ્રોલ રૂમ માંથી જ કાપી નાખવામાં આવશે, જે માટે કર્મચારીએ ગ્રાહકોના ઘરે જવું નહીં પડે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here