હવે તમારે ટોલ ટેક્ષ નહીં ભરવો પડે, કાયદેસર રીતે નીકળી શકો છો ટોલ ભર્યા વગર

0
623

મોટા ભાગના વાહનચાલકો બહાર જાય ત્યારે ટોલ પ્લાજા પર લાંબી લાઇનમાં ઊભા રહેવાની સમસ્યાનો સામનો જરૂર કરવો પડે છે. વાહન ચલાવતી દરેક વ્યક્તિને આ સમસ્યાનો સામનો જરૂર કરવો પડે છે. આ કંટાળાજનક સમસ્યાથી દરેક લોકો પરેશાન હોય છે, ટોલ પ્લાજા પર ગાડીઓની લાંબી લાઇનમાં ઊભા રહેવું એ કંટાળાજનક છે.

પણ તમને જો આ સમસ્યામાંથી છૂટકારો મળી રહે તો? કાયદેસર રીતે જ તમે જો ટોલ ટૅક્સ ભર્યા વગર નીકળી શકો તો કેવું રહે? હાં, આ એકદમ સાચી વાત છે કે હવે તમે પણ કાયદેસર રીતે ટોલ ટૅક્સ ભર્યા વગર નીકળી શકો છો.

હમણાં થયેલી એક જાહેરહિતની અરજીમાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવેલ છે. જો કે આ વાતની જાણ સામાન્ય નાગરિકને અને મોટા ભાગના લોકોને નથી હોતી. આ માહિતી પ્રમાણે જો વાહનચાલકને જો ટોલ પ્લાજા પર 3 મિનિટ થી વધારે સમય જો રાહ જોવી પડે છે તો તમારે ટોલ ટૅક્સ ભરવાની કોઈ જરૂર રહેતી નથી. તમે ટોલ ટેક્સના પૈસાનું ચૂકવાનું કર્યા વગર જ કાયદેસર રીતે ત્યાંથી નીકળી શકો છો.

આ જાણકારી લુધિયાના ના એક વકીલ હરિઓમ જિંદલે એક RTI ફાઇલ કરી હતી જેમાં તેણે ટોલ પ્લાજા પર લગતા સમયના અનુસંધાને પ્રશ્નો કર્યા હતા જેના જવાબો જે આવ્યા તે જાણીને સૌ કોઈને આશ્ચર્ય થાય તેવા હતા. RTIમાં જણાવવામાં આવેલ હતું કે ટોલ ગેટ પર રાહ જોવાનો સમય ૩ મિનિટથી વધારે ના હોય શકે તેનો મતલબ એવો થાય છે કે જો તમારે ૩ મિનિટથી વધારે સમય રાહ જોવી પડે છે તો તમે ટોલ ભર્યા વગર કાયદેસર રીતે નીકળી શકો છો.

નેશનલ હાઇવે કેન્દ્ર સરકાર હસ્તગત છે તો જો તમારે તેણે લગતી કોઈ ફરિયાદ કરવી હોય તો હાઇકોર્ટમાં અરજી કરવી પડે છે. અને લુધિયાનાના વકીલ હરિઓમ જિંદલે આના વિરુધ્ધમાં એક ફરિયાદ પણ દાખલ કરેલી હતી. આ ફરિયાદમાં એવી દલીલ કરવામાં આવી હતી કે હકીકતમાં જે ટોલની વસૂલાત કરવામાં આવે છે એ ટોલ નથી પરંતુ રોડનો ઉપયોગ કરવા માટેની ફી છે. તેથી આ મામલાની કોઈ ફરિયાદ કરવી હોય તો કન્ઝ્યુમર કોર્ટમાં થવી જોઈએ. આ બાબતે અનેક વિવાદો બાદ ચુકાદો કરવામાં આવ્યો કે હવે ટોલ ને લગતા કોઈપણ કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કરી શકાશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here