હવે રીચાર્જ કરાવ્યા વગર પણ ચલાવી શકશો તમારું DTH સેટ ટોપ બોક્સ, જાણવા માટે વાંચો અહેવાલ

0
1654

ભારતીય દુરસંચાર વિનિયામક પ્રાધિકરણ (TRAI) તરફથી જાહેર કરવામાં આવેલી એક નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ૧લી જાન્યુઆરી ૨૦૧૯ થી DTH અને કેબલ સર્વિસ મોંઘી થઈ જવાની છે. ટ્રાઇના નવા નિયમ ૨૯ ડિસેમ્બર ૨૦૧૮થી લાગુ થઈ જવાના છે. ત્યારબાદ તમારે ફ્રી ચેનલ માટે પણ ૧૩૦ ખર્ચ કરવાના રહેશે. આ સિવાય ગ્રાહકોએ પોતાના મનપસંદ ચેનલ માટે વધારાના પૈસા ખર્ચ કરવા પડશે. આવામાં ઇન્ટરનેટ સેટ ટોપ બોક્સ એક નવો વિકલ્પ છે.

આ એક નાની સાઇઝનું સેટઅપ બોક્સ છે. આ સેટ ટોપ બોક્સની સાઇઝ એટલી નાની છે કે તમે તેને તમારા ખિસ્સા પણ રાખી શકો છો. તેની ખાસ વાત એ છે કે તમે તેને ઇન્ટરનેટની મદદથી ચલાવી શકો છો. એટલે કે ઇન્ટરનેટના ઉપયોગ સાથે આ હાઇટેક બોક્સ બની જાય છે અને બધી જ ચેનલ તેમાં તમને જોવા મળે છે. તેને લેન કેબલ અને વાઈફાઈથી પણ કનેક્ટ કરી શકાય છે. એટલે કે હવે તેના માટે હવે ઘરની છત પર છતરી લગાડવાની કે રીચાર્જ કરવાની જરૂર નહીં રહે.

તેના વિશે ઈલેક્ટ્રોનિક એક્સ્પેર્ટ અને સેટ ટોપ બોક્સ વિક્રેતા શબ્બીર અલીએ જણાવ્યુ હતું કે આ સેટ ટોપ બોક્સ સાઇઝમાં નાના હોય છે. આ સેટ ટોપ બોક્સને ઇન્ટરનેટથી આસાનીથી ચલાવી શકાય છે. તેમાં ઇન્ટરનેટથી તમે ૧૦૦૦ થી પણ વધારે ચેનલ જોઈ શકો છો. આ સેટઅપ બોક્સ કિંમત માં ખૂબ જ સસ્તું છે, આ સેટઅપ બોક્સની કિંમત ૧૫૦૦ રૂપિયા છે. આ સેટબોક્સ ને લેવા માટે તમે તેને ઓનલાઇન અને ઓફલાઇન પણ માર્કેટમાંથી ખરીદી શકો છો.

આ સેટઅપ બોક્સને દરેક પ્રકારના ટીવી સાથે કનેક્ટ કરી શકશે. બોક્સમાં એંટેના IN પોર્ટ, RC કેબલ પોર્ટ, HDMI પોર્ટનો પણ ઓપ્શન દેવામાં આવેલો છે. સેટઅપ બોક્સની આગળની બાજુએ ડોંગલ લગાવવા માટે USB પોર્ટ પણ આપવામાં આવેલ છે. આ સિવાય ખાસ ધ્યાન રાખવું કે દરેક કંપનીના અલગ અલગ સેટઅપ બોક્સમાં ફીચર્સ અલગ અલગ હોય છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here