હવે માત્ર એક ક્લિક થી ઘરે બેઠા તમારા વોટર આઈડી (ચૂંટણી કાર્ડ)નો ફોટો બદલાવી શકશો

8
23307

ટેક્નોલોજીનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે રેશન કાર્ડથી લઈને પાસપોર્ટ સુધીના બાધા જ ડોકયુમેંટને તમે ઓનલાઇન તૈયાર કરવી શકો છો. સરકારે મોટા ભાગની સેવાઓ હવે ઓનલાઇન કરી નાંખી છે જેથી કરીને નાગરિકોને સગવતા રહે અને સમય અને ખર્ચ બંનેનો બચાવ કરી શકાય છે. ૨૦૧૯ની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જો તમે વોટર આઈડી (ચૂંટણી કાર્ડ) માંથી તમારો ફોટો બદલવા માંગો છો તો બસ થોડા જ સ્ટેપ્સનું કામ છે.

સાથી પહેલા પોતાના કમ્પ્યુટર પર રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ એટલે કે www.nvsp.in ને ઓપન કરો. પોર્ટલના હોમ પેજમાં તમને નીચેની તરફ મતદાતા સૂચિમાં સુધાર કરવા માટે (Correction of entries in electoral roll) નો ઓપ્શન મળશે. ત્યાં મતદાન સુધીમાં સુધારો કરવાના ઓપ્શન પર ક્લિક કરો.

ક્લિક કરતાની સાથે જ તમને ફોર્મ નંબર-૮ મળશે. જો તમે ફોર્મની ભાષા બદલવા માંગો છો તો ઉપરની બાજુએ ડાબી તરફ દેખાઈ રહેલ ભાષાને તમારી ઈચ્છા અનુસાર પસંદ કરો. અહિયાં તમને ભાષામાં ત્રણ વિકલ્પ મળશે હિન્દી, અંગ્રેજી અને મલયાલમ.

ભાષાનો વિકલ્પ પસંદ કર્યા બાદ તમારે પોતાનું રાજ્ય અને ત્યારબાદ વિધાનસભા / સંસદીય નિર્વાચન ક્ષેત્રની પસંદગી કરવાની રહેશે. ફોર્મમાં માંગવામાં આવેલી માહિતીને ભર્યા બાદ એ વાતનું ધ્યાન રાખવું કે જે વિકલ્પની સામે ‘*’ નજર આવે એ માહિતી ભરવી અનિવાર્ય છે.

ઉપરની પ્રક્રિયાને પૂરી કર્યા બાદ તમારે e નંબર પર આપવામાં આવેલા બોક્સમાં My Photographs પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ નીચેની તરફ તમને Browse પર ક્લિક કરવાની રહેશે અને તમારા કમ્પ્યુટર માંથી તમે જે ફોટો રાખવા માંગો છો તે પસંદ કરવાનો રહેશે અને તેને અપલોડ કરવાનો રહેશે.

ફોટો અપલોડ થયા બાદ તમારે પોતાનો ફોન નંબર અને ઈમેલ નાંખવું પડશે. બધી જ જાણકારીને ઉમેર્યા બાદ સબમિટ કરવાનું રહેશે. ફોર્મને સબમિટ કર્યા પછી સ્ક્રીન પર રેફ્રન્સ નંબર દેખાશે. આ નંબરને કોઈ જગ્યા પર લખીને રાખી દો. આ નંબરની મદદથી તમે એપ્લિકેશન સ્ટેટસને આસાનીથી ચેક કરી શકશો. આ પ્રોસેસ પૂરી થવામાં અને નવા આઈડી કાર્ડને ઇસ્યુ થવામાં લગભગ ૩૦ દિવસ જેવો સમય લાગશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here