જીયો નો સૌથી મોટો ધમાકો, આ સર્વિસ ૫ વર્ષ માટે મળશે એકદમ ફ્રી

0
1425

જિયો ગ્રાહકોને આકર્ષવા માટે એક પછી એક સ્કીમ રજૂ કરતાં જાય છે. હરીફાઈના આ યુગમાં જિયો એ ગ્રાહકોને ઘણું ફ્રીમાં આપ્યું છે. ડેટા થી લઈને ફ્રી કોલિંગ ની સુવિધા પણ જિયો એ આપી છે અને એ સિવાય પણ ઘણું બધુ ફ્રી માં આપવાનો હજુ પણ પ્લાન કરી રહ્યા છે મુકેશ અંબાણી. જિયો એ માર્કેટ માં આવીને બધી જ ટેલિકોમ કંપનીઓની ઊંઘ હરામ કરી નાંખી છે.

ત્યારબાદ મુકેશ અંબાણીની કંપની રીલાયન્સ જિયોએ બ્રોડબેન્ડ સર્વિસ પણ ચાલુ કરવાનું પણ એલાન કર્યું. રીલાયન્સ જિયો એક પછી એક પોતાના ગ્રાહકો માટે ગિફ્ટ લઈને આવી રહી છે. હવે રીલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટાર ઈન્ડિયા સાથે જોડાણની જાહેરાત કરી છે.

સ્ટાર ઈન્ડિયા સાથેની આ પાર્ટનરશીપ થી હવે રીલાયન્સ જિયોના ઉપયોગકર્તા ટીવી પર દરેક ક્રિકેટ મેચ લાઈવ જોઈ શકશે. આ લાભ જિયો વપરાશકર્તાને આગામી ૫ વર્ષ સુધી મળશે અને તેઓ લાઈવ ક્રિકેટ મેચ જોવાનો આનંદ ઉઠાવી શકશે. આ માટે જિયોના વપરાશકર્તા એ કોઈ વધારાના પૈસા ખર્ચવાના નથી, તેઓને આ લાભ ફ્રી માંજ આપવામાં આવેલ છે.

આ સાથે રીલાયન્સ જીઓ બહુ જ જલ્દી 5G સિમ પણ લોંચ કરવાની તૈયારીમાં છે. જેમાં પણ ગ્રાહકોને આકર્ષક ફાયદાઓ મળવાના છે અને ગ્રાહકો તેની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે. જો કે હાલ હજુ 5G ટેસ્ટિંગ મોડમાં ચાલી રહ્યું છે.

મીડિયા રિપોર્ટને આધારે 5G સિમની કિંમત ૨૦ રૂપિયા હશે. જેમાં વપરાશકર્તાને અનલિમિટેડ કોલિંગ, 5G  હાઇ સ્પીડ ઇન્ટરનેટ, અનલિમિટેડ મેસેજ આ બધુ જ ૩ મહિના માટે ફ્રી માં મળશે. રીલાયન્સ 5G સિમને આ વર્ષમાં જ લોંચ કરવામાં આવશે અને વપરાશકર્તાને બહુ જલ્દી આનો લાભ મળતો થઈ જશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here