હવે ગરીબના બાળકો પણ નહીં રહે શિક્ષાથી વંચિત, જરૂરિયાતમંદ બાળકોને મળશે અહિયાં મફતમાં પુસ્તકો

0
505

હમણાં ના સમયમાં તો લોકોમાં શિક્ષાના મહત્વ અને લઈને જાગૃતતા વધી રહી છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે નાના શહેરોના તથા ગ્રામીણ વિસ્તારોના બાળકો મોટી સંખ્યામાં આગળનો અભ્યાસ કરવા માટે મોટા શહેરોમાં જઈ રહ્યા છે. ક્યારેક જે ગામો, શહેરો અને વિસ્તારોને અજ્ઞાનતાનું પ્રતીક માનવામાં આવતા હતા ત્યાંના બાળકો આજે પોતાની શૈક્ષણિક યોગ્યતા થી દેશ અને દુનિયામાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે. જોકે શિક્ષા પ્રત્યે લોકોમાં જાગૃતતા અને સુધાર આવ્યા બાદ પણ આજે પણ દેશના ઘણાં બાળકો શિક્ષા પ્રાપ્ત કરવાથી વંચીત છે.

તેનું સૌથી મોટું કારણ છે ગરીબી,  શિક્ષા ન પ્રાપ્ત કરી શકતા બાળકોમાં મોટી સંખ્યા એવા બાળકોની પણ છે જેવો શિક્ષા પ્રાપ્ત કરવા માંગે છે પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ શિક્ષાથી વંચિત રહી જાય છે. આ વાતની ચિંતા ભોપાલના થોડા યુવાનોને આજથી થોડા વર્ષ પહેલા થઈ.

તેઓએ શહેરના સક્ષમ લોકો પાસેથી તેમના બાળકો ની શિક્ષા પૂર્ણ થયા બાદ પુસ્તકો આપવાનો આગ્રહ કર્યો. યુવાઓનો આ પ્રયોગ લોકોને પસંદ પણ આવ્યો. ત્યારબાદ તેઓને ભોપાલ નગર નિયમ અને સમાજસેવી સંસ્થાઓનો પણ સાથ મળ્યો. જેથી તેઓની ભારતના દરેક ભવિષ્યને શિક્ષિત કરવાના આ પ્રયાસ માં ગતિ આવી ગઈ.

નગર નિયમ ના સહયોગથી આ સંસ્થાએ શહેરની 25 જગ્યા ઉપર એવા બોક્સ લગાવ્યા જ્યાં લોકો પોતાની ઈચ્છા અનુસાર પુસ્તકોનું દાન કરી શકે છે. તેમના આ પ્રયાસમાં તે બાળકો પાસેથી પુસ્તકો લેવામાં આવે છે જેવું પરીક્ષા પાસ કરીને આગળની કક્ષામાં ચાલ્યા ગયા છે. આ પુસ્તકોને નવા શૈક્ષણિક સત્રમાં એ બાળકોને આપવામાં આવશે જેવો અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેઓ પુસ્તકો ખરીદી શકતા નથી.

યુવાનોની આ સંસ્થા અને નિગમના અથાગ પ્રયત્નોથી “બુક બોક્સ” મા કોઈપણ વ્યક્તિ જ્ઞાનવર્ધક પુસ્તકો જમા કરાવી શકે છે. આ નવીનતમ પ્રયાસથી સંસ્થાના યુવકોનું કાર્ય ઘટી ગયું. સંસ્થા અને નિગમના આ કાર્યને ચારેતરફથી આવકારવામાં આવી રહ્યું છે. સંસ્થાના લોકોનું કહેવું છે કે તેઓએ આ પ્રયાસને “પોતાનું પુસ્તક ઘર” એવું નામ આપ્યું છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 10 હજારથી પણ વધુ પુસ્તકો જમા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here