હવે તમારું એક્ટિવા ફક્ત ૫૦ રૂપિયામાં ૧૦૦ કી.મી. દોડશે

0
7959

પેટ્રોલના દિવસે દિવસે ભાવ વધારાથી હવે તો મધ્યમ વર્ગને સાઇકલ ચલાવવી પડે તેવા દિવસો આવી ગયા છે. અત્યારે પેટ્રોલનો ભાવ અંદાજે 80 રૂપિયાની આસપાસ હશે. તેવામાં કોઈપણ વાહનની એવરેજ સામાન્ય રીતે ૪૦ થી ૫૦ કી.મી. ની હોય છે પણ જો તમને એવું કહેવામા આવે કે હવે તમારું એક્ટિવા ફક્ત ૫૦ રૂપિયામાં ૧૦૦ કી.મી. ચાલશે તો તમને નવાઈ જરૂર લાગશે.

હાં, આ વાત સાચી જ છે, જો કે તમને માનવમાં નહીં આવે. તેના માટે તમારે પેટ્રોલનો નહીં પરંતુ CNG નો ઉપયોગ કરવાનો રહેશે. CNG નો ભાવ અત્યારે અંદાજે ૫૦ રૂપિયા ૧ કિલોનો ભાવ છે અને તમે એ ૧ કિલોમાં અંદાજે ૧૦૦ કી.મી. સુધી તમારું એક્ટિવા ચલાવી શકો છો.

હોન્ડા કંપની દ્વારા એક્ટિવના અનેક આપવામાં આવ્યા છે તે બધા જ પેટ્રોલ પર ચાલે છે. જોકે CNG મોડેલ તેઓ લોંચ કરવાના છે પણ ક્યારે કરશે તેનો હજુ સુધી કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. તો હવે આપણાં પેટ્રોલ મોડેલને બજારમાં મળતી CNG કિટને એક્ટિવમાં લગાવીને CNG પર ચલાવી શકાય છે. CNG પર એક્ટિવા ચલાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે પેટ્રોલ કરતાં ભાવ પણ ઓછા છે CNG ના અને પેટ્રોલ પર ચાલતા એક્ટિવા કરતાં CNGમાં એવરેજ પણ બમણી મળે છે.

એક્ટિવમાં CNG કીટ લગાવ્યા બાદ તેને પેટ્રોલ પર પણ ચલાવી શકાય છે. એક્ટિવમાં એક સ્વિચ આપવામાં આવે છે જેનાથી CNG અને પેટ્રોલ મોડ બદલી શકાય છે. એટલે કે હવે તમે એક્ટિવા CNG અને પેટ્રોલ એમ બંને પર ચલાવી શકો છે. CNGનું સિલિન્ડર સીટની નીચે રાખવામા આવે છે.

CNG કીટનું થોડું નુકશાન પણ છે કે તેમાં સિલિન્ડરમાં ૧.૨ કિલો જ ગૅસ આવે છે અને તે ગૅસમાથી ૧૨૦ થી ૧૩૦ કી.મી. સુધી એક્ટિવા ચાલે છે. CNG થી એક્ટિવાની એવરેજ તો વધે છે પણ થોડું પિક-અપ ઓછું થઈ જાય છે જેથી ઢાલવાળા વિસ્તારમાં થોડી તકલીફ પડે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here