હવે બાઇક ૧૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ચાલશે ૧૦૦ કિલોમીટર, વિગત માટે વાંચો આર્ટિક્લ

0
1619

જો તમે કોઈ બાઇક લેવાનો વિચાર કરી રહ્યા છો તો આ લેખ અંત સુધી જરૂરથી વાંચી લેજો. આપણે સૌ જાણીએ છીએ કે સાધારણ સ્કૂટર પેટ્રોલ ઈંધણથી ચાલે છે અને ઇલેક્ટ્રીક સ્કૂટર વિજળીથી ચાર્જ કરીને ચાલે છે. સાવ સાધારણ કિંમતથી તેને ચાર્જ કરીને ૧૦૦ કી.મી. સુધી ચલાવી શકાય છે અને ઘણા સ્કૂટર તો તેનાથી પણ વધારે કિલોમીટર ચાલે છે.

ઇલેક્ટ્રીક સ્કૂટરની કિંમત પણ સામાન્ય પેટ્રોલ પર ચાલતા સ્કૂટર કરતાં પણ ૨૫% ઓછી હોય છે. ઇલેક્ટ્રીક સ્કૂટર અત્યારે માર્કેટમાં અંદાજે ૪૦ હજારથી ચાલુ થઈને ૯૦ હજાર સુધીના ઉપલબ્ધ છે. આ સ્કૂટરની સૌથી ખાસ વાત એ છે કે આ સ્કૂટરને એક વખત ચાર્જ કર્યા પછી તેને ૧૦૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે.

ઇલેક્ટ્રિક સ્કૂટરને ફુલ ચાર્જ કરવામાં ફક્ત ૧ યુનિટ વીજળીનો વપરાશ થાય છે એટલે કે ૧ યુનિટનો ચાર્જ લગભગ ૮ થી ૯ રૂપિયા આસપાસ છે. આ ફુલ ચાર્જ થયેલું સ્કૂટર ૧૦૦ કિલોમીટર સુધી ચાલે છે મતલબ કે ફક્ત ૯ રૂપિયા જેવી સામાન્ય રકમમાં તમે ૧૦૦ કિલોમીટર સ્કૂટર ચલાવી શકો છો. માનવામાં નથી આવી રહ્યું ને તમને? પણ આ વાત બિલકુલ સાચી છે અને આવા હજારો સ્કૂટર અત્યારે રસ્તાઓ પણ દોડી પણ રહ્યા છે.

આ સ્કૂટરને ચાર્જ કરવું પણ ખૂબ જ આસન રહે છે. ઘરના વીજળી કનેક્શન માંથી જ તમે એકદમ સામાન્ય રીતે કંપની દ્વારા આપવામાં આવેલા ચાર્જર દ્વારા તમે તેને ચાર્જ કરી શકો છો. ઇલેક્ટ્રિક સ્કૂટરની તાકાત પણ સામાન્ય સ્કૂટર જેટલી જ હોય છે એટલે કે તમે તેમાં બે વ્યક્તિ બેસીને પણ એકદમ આસાનીથી ચલાવી શકો છો.

આ સ્કૂટરની સૌથી ખાસ વાત એ છે કે તમારે આ સ્કૂટર ચલાવવા માટે લાઇસન્સની જરૂર નથી પડતી. લાઇસન્સ વગરની કોઈપણ વ્યક્તિ પણ તેને ચલવી શકે છે. મહિલાઓ માટે આ ઇલેક્ટ્રિક સ્કૂટર સૌથી સારો વિકલ્પ છે. પેટ્રોલથી ના ચાલતું હોવાને લીધે હવે તમારે પેટ્રોલ પુરાવવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી કે ના તો પેટ્રોલના ભાવ વધારાની કોઈ ચિંતા કરવાની જરૂર છે તમે ફક્ત ઘરે બેઠા જ તેને ચાર્જ કરી શકો છો.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ધ્વનિ પ્રદૂષણ બિલકુલ નથી મતલબ કે સ્કૂટરમાં પેટ્રોલ વાહનની સરખામણીમાં કોઈપણ પ્રકારનો એંજિનનો અવાજ નથી હોતો. પેટ્રોલ વગર ચાલતું હોવાથી વાતાવરણમાં પણ પ્રદૂષણ ફેલાતું નથી એ પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે. ઇલેક્ટ્રિક વાહનના ઘણા ફાયદાઓ છે જેના લીધે તેના પર પસંદગી ઉતારી શકાય છે.

માર્કેટમાં ઘણી કંપનીઑ અને ઘણા મોડેલો પણ આવી ચૂક્યા છે જેથી તમારે પસંદગી કરવામાં પણ આસાની રહે છે. કિંમતમાં સૌથી સસ્તું અને ગુણવતામાં પણ સારું એવું TUNWAL કંપનીના ઇલેક્ટ્રિક વાહનો અત્યારે માર્કેટમાં સારી એવી નામના મેળવી ચૂક્યા છે. વળી, આ કંપની ભારતીય કંપની પણ છે એટલે સ્વદેશી પ્રોડક્ટને પણ તેનાથી પ્રોત્સાહન મળી રહે છે.

લેખન અને સંપાદન : કૌશિક સંઘાણી

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here