હવે અમુલ જેવુ જ બટર બનાવો ઘરે બેઠા

0
1251

ઘરે આપણે ફાસ્ટફૂડ બનાવીએ તો સૌથી વધુ બટરનો જ ઉપયોગ થાય ને અને તેમાં પણ માર્કેટ માં મળતા બટર બહુ જ મોંઘા હોય છે. અને અત્યારના દરેક ફાસ્ટફૂડ ની આઇટમ માં બટર નો ઉપયોગ જરૂર થી થાય છે.

પણ જો માર્કેટ માં મળતું આ બટર ઘરે જ બનાવી શકીએ તો કેવું રહે ? હાં, બજારમાં મળતું આ બટર તમે હવે ઘરે જાતે જ બનાવી શકો છો અને એ પણ બજાર માં મળતા બટર જેવુ જ. તો ચાલો આજે અમે તમને બટર બનાવવાની રેસીપી બતાવીએ.

આપણે ઘરે ઘી બનાવવા માટે જે મલાઈ ભેગી કરીયે છીએ એ મલાઈ નો જ ઉપયોગ કરવાનો છે. તો નીચે મુજબ ની સામગ્રી એકઠી કરી લો.

સામગ્રી :

  • 10 દિવસ ની ભેગી કરીને રાખેલી મલાઈ
  • ઠંડુ પાણી
  • 1/2 ટી-સ્પુન મીઠું
  • ચપટી હળદર
  • બરફ નું પાણી

ભેગી કરેલી મલાઈ ને આઇસ કોલ્ડ પાણીથી બરાબર ધોઈ લો ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું મીઠું તથા ખાવાનો પીળો કલર જરા અમથો જ ઉમેરી દો. હવે આ મિશ્રણ ને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણ ને કોઈ ચોરસ કે કોઈ પણ ડબ્બા માં પાથરી દઈ ફ્રિજ માં ૨ કલાક માટે રાખી દેવું.

૨ કલાક ફ્રીજ માં રાખ્યા બાદ હવે તૈયાર છે તમારું અમુલ જેવુ જ હોમમેડ બટર. હવે તમારે બજાર માથી મોંઘું બટર લાવવાની જરૂર નથી. તો બનાવો તમારી માપસંદ વાનગી અને મજા લો તમારા જ બનાવેલા બટર નો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here