હનુમાનજીના અલગ અલગ સ્વરૂપના છે અલગ અલગ મતલબ, દુર્ભાગ્યથી મુક્તિ માટે આ સ્વરૂપની પૂજા કરો

0
975

દરેક માણસ સમસ્યા વગરનું જીવન જીવવા માંગે છે. પરંતુ સૌર મંડળના ગ્રહો કુંડળીમાં હોવાથી તે જણાવે છે કે તમારું જીવન માં  સમસ્યાનું આગમન  કેવું  હશે  અને કેવી રીતે  જશે.  ઘણા માણસોના જીવનમાં આવેલી સમસ્યાઓનું કારણ રાહુ-કેતુ અને શનિ જેવા ગ્રહ હોય છે. આગ્રહ થી બચવા માટે દરેક માણસ જોડે એક ઉપાય હોય છે. જેની હનુમત આરાધના નામે ઓળખવામાં આવે છે.

હનુમાનજીને એક એવા  ભગવાન તરીકે માનવામાં આવ્યા છે કે જેનાથી આ પૂરી સૃષ્ટિ ભયભીત છે. તેમની પૂજા-અર્ચના કરવાથી દરેક માણસને સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. હનુમાન ચાલીસા, સુંદરકાંડ, બજરંગ પાઠ મંગળવારે નિયમિત પાઠ કરવાથી દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

પરંતુ તે ઉપરાંત એવી ઘણી વાતો છે કે જેનું ધ્યાન રાખવું જરૂરી છે. હનુમાનજીની પૂજા તો કરીએ છીએ પરંતુ તે ખ્યાલ નથી ફળ મેળવવા માટે તેમની કઈ મૂર્તિ ની આરાધના કરવી. આજે તમને તેના વિશે જણાવીશું.

દુર્ભાગ્યથી મુક્તિ : તમારા દુર્ભાગ્યથી મુક્તિ મેળવવા માટે તમારે હનુમાનજીની તેરી મૂર્તિ કે ફોટાની પૂજા કરવી જોઈએ કે જેમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા ના ચરણોમાં હનુમાનજી બેઠા હોય. જો તમે આવા ફોટા કે મૂર્તિની પૂજા કરશો તો તેનાથી તમને ફળ જલ્દી મળશે.

નોકરી કે પ્રમોશન : નોકરી કે પ્રમોશન મેળવવા માટે વ્યક્તિને હનુમાનજીની તેવી મૂર્તિ કે ફોટા ની પૂજા કરવી જોઈએ જેમાં તે સફેદ સ્વરૂપમાં અને રંગીન વસ્ત્રોમાં હોય. આવા ફોટા ની આરાધના કરવાથી ફળપ્રાપ્તિ જલ્દી થશે.

એકાગ્રતા અને શક્તિ : માનસિક શક્તિ મેળવવા માટે હનુમાનજીની એવી મૂર્તિ કે ફોટા ની પૂજા કરવી કે જેમાં તે ભક્તિભાવ માં લીન હોય. આવા ફોટા ની આરાધના કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે.

સાહસમાં વૃદ્ધિ : સાહસમાં વૃદ્ધિ મેળવવા માટે હનુમાનજીની પ્રતિમા ની આરાધના કરવી જોઈએ. આવા ફોટા માં તે પોતાના સાહસ પરાક્રમ અને આત્મવિશ્વાસમાં ઓત પ્રોત નજર આવશે.

માન-સન્માનમાં વૃદ્ધિ : હનુમાનજી સૂર્યદેવની પોતાના ગુરૂ માને છે. એટલા માટે જે ફોટામાંથી સૂર્યદેવની આરાધના કરતા હોય તેવા ફોટા ની પૂજા કરવાથી જ્ઞાન ગતિ ઉન્નતિ અને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.

ઘરની ખુશહાલી : ઉત્તર દિશામાં દેવી-દેવતાઓનું સ્થાન હોય છે. ઉત્તર દિશા તરફ હનુમાનજીના મુખ વાળા ફોટા ને હનુમાનજીની ઉત્તર મુખ  વાળી તસવીર કહેવામાં આવે છે. તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી ઘરમાં ખુશાલી અને સુખ-સમૃદ્ધિ આવશે.

મૃત્યુના ડરથી મુક્તિ : કહેવામાં આવી છે કે યમરાજ જી નું ઘર દક્ષિણ દિશામાં હોય છે. તેથી દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેઠેલા હનુમાનજી ના ફોટાને આરાધના કરવાથી વ્યક્તિને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળે છે.

ધ્યાન રાખવું કે હનુમાનજીને બાળબ્રહ્મચારી માનવામાં આવ્યા છે તેથી વિવાહિક દંપતિએ કોઈ દિવસ પોતાના બેડરૂમમાં તેમનો ફોટો લગાવવો નહીં. મંદિરમાં જ હનુમાનજીની પૂજા કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here