હનુમાનજી આજે પણ પૃથ્વી પર આ જગ્યા પર કરે છે નિવાસ, આ મંત્રના જાપથી આપે છે દર્શન

0
1745

કહેવામા આવે તો ભગવાન દરેક વ્યક્તિના હ્રદયમાં વાસ કરે છે પણ જો વાત હનુમાનજીની કરવામાં આવે તો એ આજે પણ ધરતી પર રહે છે. હવે તમે વિચારશો કે હનુમાનજી તો ત્રેતાયુગમાં હતા પરંતુ અત્યારે કળયુગમાં કઈ રીતે હોય શકે? તમે બાળપણમાં ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણના ધરતી પરથી જતાં રહેવાની કહાણીઓ તો સાંભળી હશે પરંતુ ક્યારેય પણ હનુમાનજીના ધરતી પરથી જતાં રહેવાની કહાણીઓ નહીં સાંભળી હોય.

આ સિવાય ના તો કોઈ ધર્મ ગ્રંથોમાં હનુમાનજી ના ધરતી પરથી જતાં રહેવાની વાતને પણ લખવામાં નથી આવી. આ સિવાય બીજા ઘણા પુરાવાઓ છે જે સાબિત કરે છે કે આજે પણ હનુમાનજી આ ધરતી પર વાસ કરે છે અને પોતાના ભક્તોના દુખ દૂર કરે છે.

જાકું નામના એક ઋષિ હતા. સંજીવની બુટી લેવા માટે જઈ રહેલા હનુમાનજીએ આ જાકું ઋષિ પાસેથી થોડી માહિતી એકત્ર કરી હતી. સંજીવની બુટી લઈને આવતા સમયે હનુમાનજીએ જાકું ઋષિને મળવાનું વચન આપ્યું હતું અને તેઓને આ સ્થળ પર મળેલા પણ હતા. જે સ્થાન પણ હનુમાનજી ઊભા હતા ત્યાથી જતાં રહ્યા બાદ ત્યાં તેમની પ્રતિમા અવિરત થઈ ગઈ. આ સ્થળો પર તેમના પગના નિશાન પણ અત્યારે રહેલા છે. આ સ્થળ છે શિમલાનું જાકું મંદિર.

સંત મધવાચાર્યએ ૧૩મી સદીમાં હનુમાનજીને જોવાની વાત બતાવી હતી. ૧૬૦૦માં ખૂબ હનુમાનજીએ તુલસીદાસને દર્શન આપેલા હતા અને તેમને રામાયણ લખવા માટે પ્રેરણા આપી હતી. આ સિવાય રામદાસ સ્વામિ, રાધવેન્દ્ર સ્વામિ અને સત્ય સાઈ બાબાને હનુમાનજીના દર્શન પ્રાપ્ત થયા છે.

તામિલનાડું રાજ્યમાં આવેલ રામેશ્વરમ નજીક આવેલ ગંધમાધના પર્વત સ્થિત છે અને તે જગ્યા પર હનુમાનજી રહેતા હોવાની માન્યતા છે. આ સિવાય એવી પણ માન્યતા પણ છે કે હનુમાનજી હિમાલયના પર્વતોમાં પણ રહેતા હોવાની માન્યતાઓ રહેલી છે. એ ભક્તોની મદદ માટે આવે છે અને મદદ કરીને અદ્રશ્ય થઈ જાય છે.

એવું પણ કહેવામા આવે છે કે હનુમાનજીનો કોઈ સાચો ભક્ત તેને આ ગુપ્ત મંત્ર બોલીને તેમનું આહવાન કરે છે તો હનુમાનજી પ્રગટ થાય છે અને તે મંત્ર આ મુજબ છે. कालतंतु कारेचरन्ति एनर मरिष्णु, निर्मुक्तेर कालेत्वम अमरिष्णु. એવું કહેવામા આવે છે કે હનુમાનજી આ ગુપર મંત્ર કેટલાક આદિવાસીઓને આપેલી હતો જેઓ લંકાના પિદુરુ પર્વતના જંગલોમાં રહેતા હતા.

આ લંકાનો સૌથી ઊંચો પર્વત છે. આ મંત્ર હનુમાનજીએ તે આદિવાસીઓને ત્યારે આપેલો હતો જ્યારે તેઓ લંકા છોડીને પરત જઈ રહ્યા હતા. આદિવાસીઓએ હનુમાનજીની ત્યારે સેવા કરેલી હતી જ્યારે તેઓ જંગલમાં ભટકી રહ્યા હતા, એ સમયે રાવણનો ભાઈ વિભીષન ત્યાનો રાજા હતો. એ દરમ્યાન હનુમાનજીએ લંકાના જંગલમાં રામજીની યાદમાં ઘણા દિવસો વીતાવ્યા હતા. કોમેંટમાં લખો જય હનુમાનજી મહાવીર.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here