હનુમાનજીનો આ ફોટો ઘરમાં લગાવવાથી થશે મંગળ જ મંગળ, હનુમાનજીની કૃપાથી ખુલી જશે નસીબ

0
1564

પ્રભુ શ્રીરામ ભક્ત હનુમાનજીની મહિમા અપરંપાર છે. માનવામાં આવે છે કે હનુમાનજી કળિયુગમાં પણ જીવિત છે અને જે વ્યક્તિ સાચા મનથી તેમનું સ્મરણ કરે છે હનુમાનજીની કૃપા તેના પર જરૂર વરસે છે. આમ તો હનુમાનજીનું દરેક સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે, પછી એ ભલે સંજીવની પર્વત ઉઠાવતું હોય કે પછી પોતાની ગદાથી શત્રુઓનો નાશ કરતું હોય કે પછી પ્રભુ શ્રી રામના ચરણોમાં સેવકના રૂપમાં બેસેલ હોય. તેમના દરેક સ્વરૂપના દર્શન ને શુભ ફળદાયી માનવામાં આવે છે.

તેવામાં ઘરમાં હનુમાનજીની તસવીર લગાવવી ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે. વિશેષ રીતે તેમના થોડા સ્વરૂપોની તસવીરને ઘરમાં લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તમારા બધા જ કષ્ટો દૂર થઈ જાય છે તથા વ્યક્તિના જીવનમાં સફળતા ના માર્ગ ખુલ્લા થઈ જાય છે. આજે અમે તમને એ વિષયમાં જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરમાં હનુમાનજીની કઈ તસવીર લગાવવી જોઈએ અને ક્યાં લગાવી જોઈએ.

હનુમાનજીની તસવીર લગાવતા સમયે થોડી બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે નહીં તો તમારા માટે એ ફળદાયી થવાને બદલે કષ્ટદાયક બની રહેશે. જેમ કે હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ ને ક્યારેય પણ ઘરના શયનકક્ષમાં ના લગાવી જોઈએ. કારણ કે હનુમાનજી બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. તેવામાં ભૂલથી પણ તેમની તસવીર ને શયનકક્ષ અને સ્નાનગૃહ માં ન લગાવવી.

સાથોસાથ હનુમાનજીની તસવીરને લગાવતા સમયે દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ધર્મ અને જ્યોતિષ જાણકારોના મત અનુસાર હનુમાનજીની તસવીર દક્ષિણ દિશામાં સૌથી વધારે પ્રભાવી હોય છે. હકીકતમાં લંકા દક્ષિણ દિશામાં છે અને હનુમાનજી સીતા માતાની શોધ માટે દક્ષિણ દિશામાં જ ગયા હતા, જ્યાં તેઓએ પોતાના પરાક્રમથી લંકાને ધરાશાયી કરી દીધી હતી. તેવામાં દક્ષિણ દિશામાં સ્થાપિત હનુમાનજીની તસવીર ને અનેક ગણી વધારે શુભ ફળદાયી માનવામાં આવે છે.

અથવા તો તમે ઉત્તર દિશામાં પણ હનુમાનજીની તસવીર ને એવી રીતે લગાવી શકો છો જેમાં તેમનું મુખ દક્ષિણ દિશાની તરફ હોય. તેના લીધે દક્ષિણ દિશા તરફથી આવતી ખરાબ તાકાતને હનુમાનજી રોકી લે છે. સાથોસાથ આ દિશામાં લાગેલી હનુમાનજીની તસવીર ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

વળી પંચમુખી હનુમાનજી ની તસવીર ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે તો ઘરમાં કોઇપણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ કરી શકતી નથી. આ સિવાય પંચમુખી હનુમાનજી ની તસ્વીર હંમેશા એવી જગ્યાએ લગાવો જ્યાંથી તે બધાને નજર આવે.

વળી જે તસવીરમાં હનુમાનજી પોતાની વિરાટ શક્તિનું પ્રદર્શન કરી રહ્યા હોય તેને ઘરમાં લગાવવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે. જ્યારે બેઠક ખંડમાં પ્રભુ શ્રીરામ ના દરબારમાં ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર લગાવો, તેનાથી તમારા સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

તમે બેઠકરૂમમાં પંચમુખી હનુમાનજી નું ચિત્ર અથવા પર્વત ઉઠાવતા હનુમાનજીની તસવીર પણ લગાવી શકો છો. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે આમાંથી કોઈ એક ચિત્ર જ લગાવવું. પર્વત ઉઠાવતા હનુમાનજીની તસવીર ઘરમાં લગાવવાથી વ્યક્તિમાં સાહસ, પરાક્રમ, વિશ્વાસ અને જવાબદારી નો વિકાસ થાય છે. સાથોસાથ હનુમાનજીની કૃપાથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ પણ ઉત્પન્ન થાય છે.

વળી આકાશમાં ઉડતા હનુમાનજીનું ચિત્ર લગાવવાથી જીવનમાં ઉન્નતિ અને સફળતાનો માર્ગ બને છે. તેનાથી તમારામાં આગળ વધવાનો ઉત્સાહ અને સાહસનો સંચાર થાય છે તથા તમે નિરંતર સફળતાના માર્ગ પર આગળ વધતા રહેશો.

હનુમાનજીના નામનું સ્મરણ કરવાથી પણ કષ્ટોનું નિવારણ થાય છે. તો તમે પણ અહીં કોમેન્ટ બોક્સમાં “જય હનુમાન” જરૂરથી લખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here