હનુમાન જયંતિના દિવસે કરો આ સરળ કામ, હનુમાનજી થઈ જશે ખુશ

0
1099

આ વર્ષે ૧૯ એપ્રિલ એ હનુમાન જયંતી આવે છે. દર વર્ષે ચૈત્ર માસની પૂનમ ના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. તે દિવસે બધા હનુમાનજીની આકરી પૂજા કરવા લાગે છે કે જેનાથી તે પ્રસન્ન થાય. પરંતુ એવા પણ ઘણા માણસો હોય છે કે જેમને મંત્ર અને પૂજાપાઠ નથી આવડતા. તો આજે જણાવીશું એવા લોકો માટે સરળ ઉપાય કરીને હનુમાનજીને ખુશ કરી શકો છો અને તમારા મનની ઇચ્છા પૂરી કરી શકો છો.

હનુમાન ચાલીસાનો પાઠ કરવો

હનુમાન ચાલીસાનો પાઠ સરળ હોય છે અને તેને કોઈ પણ સરળતાથી કરી શકે છે. આ પાઠ ને કરવાનો સૌથી ઉત્તમ સમય સવારનો છે. તો તમે હનુમાન જયંતીના દિવસે સવારે મંદિરમાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવા. હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા હનુમાનજીના નામનો એક દીવો કરવો. અને ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ ચાલુ કરવા પાઠ પૂર્ણ થયા પછી હનુમાનજીને પ્રસાદ ચઢાવો અને તે પ્રસાદ બધા ને વહેંચી દેવો.

તેલ અને ઘી નો દીવો કરવો

હનુમાન જયંતીના દિવસે સાંજના સમયે મંદિરે જઈને હનુમાન મંદિરની સામે એક સરસો ના તેલ નું અને એક શુદ્ધ ઘીનો દીવો કરવો અને ત્યારબાદ હનુમાનજીનો કોઈપણ એક પાઠ કરવો પાઠ પુર્ણ થયા બાદ શ્રી રામનું નામ લેવું.

ગુલાબનું ફૂલ અર્પણ કરવું

હનુમાનજીની એક લાલ રંગનો ગુલાબ અર્પણ કરવું. તમે ગુલાબના ફૂલહાર પણ ચઢાવી શકો છો. ગુલાબના ફૂલ થી હનુમાનજી ખુશ થઈ જશે અને તમારી ઈચ્છા પૂર્ણ કરશે.

સુંદરકાંડનો પાઠ કરો

હનુમાન જયંતીના દિવસે તમે તમારા ઘરમાં સાંજના સમયે સુંદરકાંડનો પાઠ કરવો. આ પાઠ કરતાં પહેલાં તમે તમારા ઘરમાં મંદિરમાં દેશી ઘી નો દીવો કરવો ત્યારબાદ તે દીપક ની સામે બેસી અને સુંદરકાંડ નો પાઠ ચાલુ કરવો. સુંદર કાંડ નો પાઠ કરવાથી હનુમાનજી ના આશીર્વાદ મળશે. તેનાથી તમને કોઈપણ કામમાં આવતી સમસ્યા નો હલ થશે.

આ મંત્રોના જાપ કરવા

જો તમને જમીનની કોઈ સમસ્યા હોય તો તમે હનુમાનજી સામે આ મંત્રનો અગિયાર વખત જાપ કરવો. આ મંત્ર અને હનુમાન જયંતિના દિવસે જાપ કરવાથી તમને તુરંત લાભ મળશે આ મંત્ર છે ૐ મારકાય નમઃ.

જો તમને નોકરી ન મળતી હોય તો તમે આ મંત્રનો જાપ ૨૧ વખત હનુમાનજી સામે કરવો. આ મંત્રનો જાપ હનુમાનજી સામે કરવાથી તમને નોકરી મળી જશે. મંત્ર છે ૐ પિંગાક્ષાય નમઃ.

તમારી કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે તમે બજરંગ બલી સામે ૧૧ વખત આ મંત્રનો જાપ કરવું આ મંત્રનો જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. આ મંત્ર છે, મહાબલાય વીરાય ચિરિંજીવિન ઉદતે, હારીણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે.

આજે હનુમાન જયંતિ નિમિતે તમે પણ કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી અથવા જય હનુમાન જરૂરથી લખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here