હનુમાન ચાલીસાનાં પાઠ કરવાથી થતાં ફાયદા અને તેની હનુમાન ચાલીસના પાઠમાં રહેલી શક્તિઓ વિશે જાણો

0
4843

હનુમાન હનુમાન ચાલીસા નો હેલ્થ માટે પણ કનેક્શન છે. હનુમાન ચાલીસા ની ચોપાઈ “નાસે રોગ હરે સબ પીરા જો સુમિરે હનુમંત બલવીરા” તંદુરસ્તીને સમર્પિત છે. એવું કહેવામાં આવ્યું છે કે જે માણસો દરરોજ એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે.

હનુમાનજીની સંકટ મોચક કહેવામાં આવે છે. ભગવાન રામ જ્યારે જ્યારે સંકટમાં આવ્યા ત્યારે ત્યારે હનુમાનજી સંકટમોચક બનીને સામે આવ્યા. તે માટે હિન્દુધર્મમાં હનુમાન ચાલીસાનો વધારે મહત્વ છે. જ્યારે પણ આપણે અંધારાવાળા રસ્તે કે સુનસાન જગ્યા પર જોઈએ ત્યારે હનુમાનજીને અવશ્ય યાદ કરવું. ઘણા માણસો તેવા સમયે હનુમાન ચાલીસા ચાલુ કરી દે છે. અને જ્યારે હનુમાન ચાલીસા ચાલુ કરીએ ત્યારે ડર પણ દૂર થઇ જાય છે. અને એક અલગ પ્રકારની ઊર્જા મળે છે હનુમાનજી સર્વ શક્તિમાન એક એવા દેવતા છે કે જેમનું નામ લેવાથી સંકટ શરીરમાંથી અને મનમાંથી દૂર થઈ જાય છે.

Hanuman

જો તમે માનસિક અશાંતિથી પસાર થઇ રહ્યા છો તો કાર્ય ના લીધે તમારું મન અસ્થિર છે. તમારા ઘર પરિવાર કે સગા સંબંધી ની કોઈ પરેશાની હોય તો તમારી સમસ્યાનું સમાધાન હનુમાન ચાલીસા છે. તેના પાઠ કરવાથી ચમત્કારી લાભ થાય છે. હિન્દુઓની એ માન્યતા છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ડર, ભય, સંકટ કે વિપત્તિ નથી આવતી. અને જો આવે છે તો તુરંત દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ પર શનિ ના સંકટની છાયા છે તો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિનો સંકટ દૂર થાય છે અને જીવનમાં શાંતિનો વાસ થાય છે.

હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસે કરી છે. તેમાં ત્રણ દોહા અને 40 ચોપાઈ છે. હનુમાન ચાલીસા માં હનુમાનજી ના જીવન નો સાર છુપાયેલો છે. જે વાંચવાથી જીવનમાં પ્રેરણા અને શક્તિ મળે છે. હનુમાન ચાલીસા ને માત્ર તુલસીદાસ તા વિચારો નથી કહેવામાં આવતા પરંતુ તે તેમની અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જ્યારે ઔરંગઝેબ એટલે તુલસીદાસને બંધી બનાવ્યા. ત્યારે તે જ વિશ્વાસ સાથે તુલસીદાસે બંદીગૃહમાં હનુમાન ચાલીસા ની રચના કરી.

કહેવામાં આવી છે કે જ્યારે દરેક જગ્યાએ ફરી ને શાંતિ અને સુખના મળે અને સંકટોનો સમાધાન ના થાય ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. સંકટથી હનુમાનજીની ભક્તિ જ બચાવી શકે છે. એટલા માટે પહેલાથી જ હનુમાનજીની શરણમાં છીએ. જે હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેને કોઈપણ પ્રકારનું સંકટ નથી આવતું. શાસ્ત્રો અનુસાર કળિયુગમાં હનુમાનજી ની ભક્તિ ને સૌથી જરૂરી અને ઉત્તમ બતાવી છે.

ભગવાન હનુમાનજીની ભક્તિ સૌથી સરળ અને જલદી ફળ આપવા વાળી છે. હનુમાનજીની સૌથી મોટી ભક્તિ હનુમાનચાલીસાના પાઠ છે. હા ભક્તિ આપણને ભૂત પ્રેત જેવી અદ્રશ્ય આપદાઓ થી બચાવે છે તે ઉપરાંત ગ્રહ નક્ષત્ર  થી પણ બચાવે છે. જે વ્યક્તિ નિયમિત રૂપે હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેના જીવનમાં કોઈ સંકટ નથી આવતું.

ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજી પોતાના ભક્તો અને ધર્મના રસ્તા પર ચાલવા વાળા ને દરેક રસ્તા પર સહાયતા કરે છે. હનુમાન ચાલીસા ખૂબ જ પ્રભાવકારી છે તેની દરેક ચોપાઈ મંત્ર છે જેના નિરંતર જાપથી તે સિદ્ધ થઈ જાય છે. અને પવનપુત્ર હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીને મનાવવા માટે સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ હનુમાનજીની આ સ્તુતિ સૌથી સરળ છે.

હનુમાન ચાલીસા ના લાભ

  • જો કોઈ માણસ થી ખરાબ અને અદ્રશ્ય શક્તિ હેરાન કરે છે તો તેને નિયમિતરૂપે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેની સંકટ મુક્ત થશે.
  • જો તમારાથી જાણતા-અજાણતા કોઈ અપરાધ થઈ ગયો હોય, તમે તે ભૂલ સ્વીકારીને તેની માફી માંગવા ઇચ્છતા હોય તો હનુમાન ચાલીસના પાઠ કરો. તેનો પાઠ તમને માફી આપીને અપરાધ માંથી મુક્તિ અપાવશે.
  • ભગવાન ગણેશની જેમ હનુમાનજી પણ કષ્ટ દુર કરે છે તેવામાં હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ લાભ મળે છે હનુમાન ચાલીસા કરવાથી મન શાંત થાય છે. અને તણાવમુક્ત થાય છે.

  • જો તમે કોઈ યાત્રા પર જાવ છો તમે એવું જ વિચારશો કે યાત્રા સફળ થાય. તો તે સમયે હનુમાનચાલીસાના પાઠ કરવાથી તમારી યાત્રા સુરક્ષિત થશે અને યાત્રા દરમિયાન ડર નથી રહેતો.
  • કોઈપણ સમય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ મળે છે અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દેવી શક્તિ મળે છે.
  • એવી માન્યતા છે કે કળિયુગમાં એક માત્ર હનુમાનજી જીવિત દેવતા છે તે તેમના ભક્તો ઉપર સદાય કૃપા માં રહે છે અને તેની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે.
  • હનુમાનજી બુદ્ધિ અને બળ ના ઈશ્વર છે તેમનો પાઠ કરવાથી આ બંને મળે છે હનુમાનજી નો પાઠ કરવાથી મન સારું રહે છે.
  • હનુમાનજી ના પાઠ કરવાથી એકતાની ભાવના માં વિકાસ થાય છે. અને હનુમાનજી ના પાઠ કરવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે. અને સકારાત્મક ઉત્પન્ન થાય છે.
  • હનુમાનજી વિષે એ પણ કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા થાય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ રૂપ માં ઉપસ્થિત હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here