હનુમાન ચાલીસામાં છુપાયેલા છે મેનેજમેન્ટના અદભૂત સૂત્રો, જાણવા માટે વાંચો આર્ટિક્લ

0
2838

ઘણા લોકોની દિનચર્યા હનુમાન ચાલીસા વાંચવાથી શરૂ થાય છે. પણ શું તમે જાણો છો કે શ્રી હનુમાન ચાલીસામાં ૪૦ ચોપાઈ છે, એ એવી રીતે ગ્રહમાં લખવામાં આવેલી છે જેમ એક વ્યક્તિ નો જીવનક્રમ હોય છે. માનવામાં આવે છે કે તુલસીદાસે ચાલીસાની રચના માનસ થી પૂર્વ કરેલ હતી. હનુમાનજીને પોતાના ગુરુ બનાવીને તેઓએ શ્રીરામને પામવાની શરૂઆત કરી હતી.

જો તમે ફક્ત હનુમાનચાલીસા વાંચી રહ્યા છો તો એ તમને આંતરિક શક્તિ આપી રહી છે પરંતુ તમે તેના અર્થમાં છુપાયેલા જિંદગીના સૂત્રોને સમજી લો તો તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે.

હનુમાન ચાલીસા સનાતન પરંપરામાં લખવામાં આવેલી પહેલી ચાલીસા છે. બાકીની બધી જ ચાલીસા ઓ બાદમાં લખવામાં આવી હતી. હનુમાન ચાલીસાની શરૂઆતથી લઈને અંત સુધીમાં સફળતાના ઘણા સૂત્રો દર્શાવવામાં આવેલ છે. તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસા થી તમે પોતાના જીવનમાં ક્યા ક્યા બદલાવો લાવી શકો છો.

શરૂઆત ગુરુ થી

શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નીચે મનુ મુકુરુ સુધારિ.

અર્થ – પોતાના ગુરુના ચરણોની ધૂળ થી મારા મનના દર્પણને સ્વચ્છ કરું છું.

ગુરુનું મહત્વ ચાલીસાના પહેલા દોહામાં પહેલી લાઈનમાં જ લખવામાં આવેલ છે. જીવનમાં ગુરુ નથી તો તમે આગળ વધી શકતા નથી. ગુરુ જ તમને સાચો રસ્તો બતાવી શકે છે. એટલા માટે તુલસીદાસે લખ્યું છે કે પોતાના ગુરુના ચરણોની ધૂળ થી મારા મનના દર્પણને સ્વચ્છ કરું છું. આજના યુગમાં શિક્ષક પણ આપણો ગુરુ હોઈ શકે છે અને બોસ પણ. માતા-પિતાને સૌપ્રથમ ગુરુ જ કહેવામાં આવેલ છે. સમજવા વાળી વાત એ છે કે ગુરુ એટલે પોતાનાથી મોટા નું સન્માન કરવું જરૂરી છે. જો સફળતા ના રસ્તા પર આગળ વધવા માંગો છો તો વિનમ્રતાની સાથે વડીલોનું સન્માન પણ કરવું જોઈએ.

પહેરવેશનો ખ્યાલ રાખો

કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલા કુંચિત કેસા.

અર્થ – તમારા શરીરનો રંગ સોનાની જેમ ચમકતો છે. સુવેષ એટલે કે સારા વસ્ત્ર પહેરેલા છે. કાનમાં કુંડળ અને વાળ સુંદર છે.

આજના યુગમાં તમારી સફળતા એ બાબત પર નિર્ભર રહે છે કે તમે કેવી રીતે રહો છો અને કેવા દેખાવ છો. જો તમે ખૂબ જ ગુણવાન છો પરંતુ સારી રીતે રહેતા નથી તો એ વાત તમારા કરિયરને પ્રભાવિત કરે છે. એટલા માટે સારી રહેણીકરણી અને પહેરવેશ હંમેશા સારું રાખો.

ફક્ત ડિગ્રી કામ નથી આવતી

વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર.

અર્થ – તમે વિદ્યાવાન છો, ગુણોની ખાણ પણ છો, ચતુર પણ છો. રામના કામ કરવા માટે આતુર રહો છો.

આજના યુગમાં એક સારી ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ ચાલીસામાં કહેવામાં આવેલ છે કે ફક્ત ડિગ્રી હોવાથી તમે સફળ નહીં બની શકો. વિદ્યા પ્રાપ્ત કરવાની સાથે-સાથે તમારે પોતાના ગુણોને પણ વધારવા પડશે, બુધ્ધિમાં પણ ચતુરાઈ લાવવી પડશે. હનુમાનજી માં ત્રણેય ગુણો છે. તેઓ સૂર્યના શિષ્ય છે, ગુણી પણ છે અને ચતુર પણ છે.

સારા શ્રોતા બનો

પ્રભુ ચરિત સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા.

અર્થ – તમે રામ ચરિત એટલે કે રામ ની કથા સાંભળવામાં રસિક છો. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય તમારા મનમાં વાસ કરે છે.

જે તમારી પ્રાયોરીટી છે, જે તમારું કામ છે તેને લઈને ફક્ત બોલવામાં જ નહીં પરંતુ સાંભળવામાં પણ તમને રસ હોવો જોઈએ. સારા શ્રોતા હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે સાંભળવાની કલા નથી તો તમે ક્યારેય સારા લીડર બની શકતા નથી.

ક્યાં કેવો વ્યવહાર કરવો જોઈએ તે જ્ઞાન જરૂરી છે

સુક્ષ્મ રૂપ ધરી સિયહિં દિખાવા, વિકટ રૂપ ધરિ લંક જરાવા.

અર્થ – તમે અશોકવાટિકામાં સીતાજીને પોતાના સુક્ષ્મ રૂપમાં દર્શન આપ્યા. તથા લંકાને આગ લગાડતા સમયે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું.

ક્યારે, ક્યાં અને કઈ પરિસ્થિતિમાં પોતાનો વ્યવહાર કેવો રાખવો જોઈએ આ કળા હનુમાનજી પાસેથી શીખી શકાય છે. સીતાજીને જ્યારે અશોકવાટિકામાં મુલાકાત થઈ તો તેમની સામે એક નાના વાનરના આકારમાં મળ્યા. વળી જ્યારે લંકા સળગાવી તો પર્વત આકાર રૂપ ધારણ કરી લીધું. લોકો એ નક્કી નથી કરી શકતા કે તેઓએ ક્યારેય કઈ વ્યક્તિ સામે કેવું દેખાવું જોઈએ.

સારા સલાહકાર બનો

તુમ્હરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભએ સબ જગ જાના.

અર્થ – વિભીષણ એ તમારી સલાહ માની, તેઓ લંકાના રાજા બન્યા તે સમગ્ર દુનિયા જાણે છે.

હનુમાનજી સીતાજીની શોધમાં લંકા ગયા તો ત્યાં તેમને વિભીષણ મળ્યા. વિભીષણને રામભક્તના રૂપમાં જોઈને તેમને રામ સાથે મળવાની સલાહ આપી. વિભીષણે પણ તેમની સલાહ માની અને રાવણના મૃત્યુ બાદ તેઓ રામ દ્વારા લંકાના રાજા બની ગયા. કોને અને ક્યાં સલાહ આપવી જોઇએ તેની સમજ ખૂબ જ આવશ્યક છે. સાચા સમય પર સાચા વ્યક્તિને આપવામાં આવેલી સલાહ ફક્ત તેનો જ ફાયદો નથી કરતી પરંતુ તમને પણ કંઈ ને કંઈ ફાયદો પહોંચાડે છે.

આત્મવિશ્વાસની કમી ના હોવી જોઈએ

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધિ લાંધિ ગએ અચરજ નાહી.

અર્થ – રામ નામની અંગૂઠી પોતાના મુખમાં રાખીને તમે સમુદ્રને પાર કરી ગયા, તેમાં કોઈ આશ્ચર્ય નથી.

જો તમને પોતાના પર અને પોતાના પરમાત્મા પર પૂરો ભરોસો હશે તો તમે કોઈ પણ મુશ્કેલ કામ આસાનીથી પૂર્ણ કરી લેશો. આજના યુવાનોમાં એ કમી જરૂર જોવા મળે છે કે તેમનો ભરોસો તુરંતજ તૂટી જાય છે. આત્મવિશ્વાસ પણ ખુબ જ ઓછો છે. પ્રતિસ્પર્ધાના આ યુગમાં આત્મવિશ્વાસ ઓછો હોવો ખૂબ જ ખતરનાક છે. પોતાના પર પૂર્ણ ભરોસો રાખો.

જો તમને પણ આર્ટિકલમાં જણાવવામાં આવેલ સમગ્ર માહિતી પસંદ આવી હોય અને તમે પણ હનુમાનજીના ભક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં “જય હનુમાન” અથવા “જયશ્રી રામ” જરૂરથી લખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here