ગુટખા ખાવાથી મોઢું ન ખોલવા પર શુ કરવું

0
2409

ઘણા લોકો તમાકુ , ગુટખા , સોપારી ના આદિ બની ગયા છે. તે લોકો ના મોઢા નું જડબું છે તે પૂરું ખુલી શકતું નથી. તેમને શુ કરવું જોઈએ તે આજે આ આર્ટિકલ માં જણાવીશું. ગુટકા તમાકુ ખાવાથી કેન્સર થઈ શકે છે જેની ચેતવણી દરેક પેકિંગ પર લખેલી હોય છે. મિત્રો આ ગુટખા થી તમે તમારું અને તમારા પરિવાર નું જીવન બરબાદ કરો છો તેથી ગુટખા ન ખાવ. તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે.

જો ગુટખા ના કારણે તમારું મોઢું નથી ખુલતું તો તમારે ઘરેલૂ ઉપચાર કરવાની જરૂર નથી. તમે તરત જ ડોક્ટર પાસે જાવ કારણ કે તે કેન્સર પણ હોઈ શકે છે. જેનું મોઢું થોડું થોડું ખુલે છે તેના માટે આ ઉપાય કાર્યગત છે. ગુટખા ખાવાથી ત્વચા સખ્ત થઈ જાય છે જેના લીધે મોઢું નથી ખુલતું. મોઢું પૂરું સારી રીતે ખુલી શકે તેના ઉપાયો નીચે પ્રમાણે છે :

  • નવશેકા ગરમ પાણી થી કોગળા કરવા.
  • બધા જ પ્રકારના નશા કરવાનું બંધ કરી દયો. જો નશા કરશો તો આ પરેશાની વધતી જ જશે.
  • અખરોટ ને સોપારી ની જેમ પીસી લ્યો. જેવી રીતે ગુટખા ચાવો છો તેમ તેને ચાવીને તેના રસને થુકતા રહો. વધારે સમય સુધી એવું જ કરતા રહો. પછી તેને મોઢા માંથી કાઢી મોઢું ધોઈ લેવાનું છે.
  • 10 મિલી નારિયેળ ના તેલ ને મોઢા માં રાખો. પછી જડબા ને જમતા હોય તેમ ચલાવો. દિવસ માં 2 થી 3 વાર આવું કરવું.
  • તમારી આંગળી ઓ જેટલી જાય તેટલી ને મોઢા ની વચ્ચે બે થી પાંચ મિનિટ રાખો.

જો તમે સાવ જ મોઢું ન ખોલી શકતા હોય તો જલ્દીથી ડોક્ટર ને બતાવો. દવા લ્યો તેનાથી તમે જીવલેણ બીમારી થી બચી શકો છો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here