ગુપ્ત રીતે કરવામાં આવે છે કિન્નરોનો અંતિમ સંસ્કાર, બહારનો વ્યક્તિ જોઈ લે તો તેની સાથે કરવામાં આવે છે આવો વ્યવહાર

0
3492

લગ્ન પ્રસંગે તથા બાળકોના જન્મ જેવા શુભ પ્રસંગો પર અચાનક જ કિન્નરો આવી પહોંચે છે અને દુઆઓ આપી, બક્ષિસ લઇને પોતાની દુનિયામાં પરત ફરી જાય છે. ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલી ગાડીઓ પાસે તમે કિન્નરોને જોયા હશે. સામાન્ય લોકોથી કિન્નરો ની દુનિયા એકદમ અલગ હોય છે જેમાં સામાન્ય લોકોનો પ્રવેશ નિષેધ હોય છે. વળી તેમના અંતિમ સંસ્કાર વિશે પણ બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ કે કિન્નરોનો અંતિમ સંસ્કાર કેવો હોય છે અને તેમના રિતરિવાજ કેવા હોય છે.

માનવામાં આવે છે કે કિન્નરો પાસે આધ્યાત્મિક શક્તિ હોય છે, જેનાથી તેઓને મૃત્યુનો આભાસ થઈ જાય છે. મૃત્યુ થવાની છે એ જાણ્યા બાદ કિન્નર કોઈ પણ જગ્યાએ આવવા જવાનું અને જમવાનું પણ બંધ કરી દે છે. આ દરમિયાન તેઓ ફક્ત પાણી પીવે છે અને ઈશ્વર પાસે પોતાના અન્ય કિન્નરો માટે દુઆ માંગે છે કે આગલા જન્મમાં હવે તે કિન્નર ન બને. આસપાસ તથા દૂરના કિન્નર પણ મળી રહેલા કિન્નર ની દુઆ લેવા માટે આવે છે. કિન્નર માં માન્યતા છે કે મરણાસન્ન કિન્નર ની દુઆ ઘણી અસરદાર હોય છે.

કિન્નર સમુદાય સિવાય કોઈ બહારના વ્યક્તિને મરણાસન્ન કિન્નર અને કિન્નર ના મૃત્યુ ની ખબર ના પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. શબને જ્યાં સપનામાં આવી રહી હોય ત્યાં અધિકારીઓને પણ પહેલાથી જ જણાવી દેવામાં આવે છે કે જાણકારી ગુપ્ત રહે.

અંતિમ યાત્રા દરમિયાન શબને ચાર કાંધા પર લઈ જવાની પરંપરાથી અલગ કિન્નરો માં શબને ઊભો રાખીને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવે છે. એવી માન્યતા છે કે સામાન્ય લોકો જો મૃત કિન્નર ના શરીર ને જોઈ લેતો મૃતકને બીજીવાર પણ કિન્નર તરીકે જન્મ મળે છે.

કિન્નરો પોતાના જીવનને એટલું અભિશાપિત માને છે કે અંતિમ યાત્રા પહેલા મૃતકને ચપ્પલ નથી મારવામાં આવે છે તથા ગાળો દેવામાં આવે છે જેથી કરીને મૃત કિન્નર દ્વારા જીવનમાં કોઈ અપરાધ કરવામાં આવેલ હોય તો તેનું પ્રાયશ્ચિત થઈ જાય અને આગળ નો જન્મ સામાન્ય વ્યક્તિ તરીકે મળે. પોતાના સમુદાયમાં કિન્નરના મૃત્યુ બાદ સમગ્ર વયસ્ક કિન્નર સમુદાય એક સપ્તાહ સુધી વ્રત રાખે છે અને મૃતક માટે દુવાઓ માંગે છે.

કિન્નર શબને સર ગાવાને બદલે દફનાવવામાં આવે છે. અંતિમ સંસ્કાર ગુપ્ત રીતે અને સાદી રીતે કરવામાં આવે છે. શબને સફેદ કપડામાં વિંટવામાં આવે છે, જે પ્રતીક છે કે મૃતકનો હવે આ શરીર અને દુનિયા સાથે સંબંધ તૂટી ચૂક્યો છે. મુખ માં કોઈ પવિત્ર નદી નું પાણી આપવામાં આવે છે ત્યારબાદ તેને દફન કરી દેવામાં આવે છે.

મૃતકનો અંતિમ સંસ્કાર સમુદાય બહારનું કોઈ વ્યક્તિ ન જોઈ શકે તેનું ધ્યાન સમગ્ર સમુદાય દ્વારા રાખવામાં આવે છે. આ કારણને લીધે જ મોડી રાતના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેઓને જરાપણ શંકા લાગે કે બહારનું કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કાર જોઈ રહેલ છે તો તે વ્યક્તિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેને મારવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here