ગુંદાનો ટેસ્ટી સંભારો બનાવવાની સરળ રીત

0
2686

સામગ્રી

  • 200 ગ્રામ ગુંદા
  • 3થી 4 લીલા મરચાં
  • 1 ટેબલ સ્પૂન મીઠું
  • 1/4 ટેબલ સ્પૂન રાઈદાણા
  • 1/4 ટેબલ સ્પૂન જીરું
  • 1/4 ટેબલ સ્પૂન મેથીના દાણા
  • 1/4 ટેબલસ્પૂન હળદર
  • એક ચપટી હિંગ

ગુંદાનો સંભારો બનાવવાની રીત :

સૌ પહેલા ગુંદા ને કટ કરી ને બે ભાગમાં કટ કરીને તેમાંથી જે બી હોય તે કાઢી લેવું . આ રીતે દરેક ગુંદામાંથી બી કાઢી લેવું. હવે દરેક ગુંદાને સીધા મૂકીને તેની અંદર ચપટી ચપટી મીઠું ભરી દેવું . એ રીતે દરેક ગુંદાના ભાગમાં ચપટી ચપટી મીઠું ભરી લેવું . મીઠું ભરાઈ જાય પછી તેની કિનારીઓ પર મીઠું છાંટી દેવુ.

દસ મિનિટ સુધી તેને એમ જ રહેવા દેવું . આ રીતે મીઠું ભરી લેવાથી ગુંદા ની અંદર છે જે ચીકાશ હોય છે તે આસાનીથી નીકળી જાય છે. દસ મિનિટ પછી તમે જોશો તો ગુંદા ની અંદર તમે જે મીઠું ભર્યું હશે તેનું પાણી થઈ ગયું હશે. હવે તમે આંગળીની મદદથી દરેક ગુંદા ની અંદર નું પાણી કાઢી લો.

તે પછી એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરું, મેથી ના દાણા અને હિંગ નાખી ચડવા દ્યો. બધું જ થઈ જાય પછી તેમાં ગુંદા નાખતી વખતે બીજા હાથમાં જ તમારે છીબુ રાખવાનુ ગુંદા નાખીને તરત જ છીબુ ઢાંકી દેવું. તેથી બધો વઘાર ગુંદામાં ચઢી જાય.

બે મિનિટ પછી તેમાં લાંબા કાપીને મરચા એડ કરો. અહીં મીઠું નાખવું નહીં કારણકે આપણે પહેલાં પણ મીઠું નાખ્યું હતું તેથી તેની અંદર ખારાશ હોય જ છે. તેથી ભૂલથી પણ આ સંભારા માં મીઠું નાખવું નહીં.

છીબુ ઢાંકીને સંભારો સાવ ઓછી ફ્લેમ ઉપર કરવો. ત્રણથી ચાર મિનિટ પછી છીબુ ખોલીને ગુંદા ને ચમચા વડે તપાસવું કે ગુંદા થયા છે કે નહીં. ગુંદા પાકી ગયા પછી ગેસ બંધ કરી દેવો. તેને બપોરના અને રાતના જમ્યા સાથેના સંભારા તરીકે સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here