ગુજરાતી સ્વાદિષ્ટ હાંડવો બનાવવાની રેસીપી

0
2673

સામગ્રી

 • 1 કપ ચોખા
 • અડધો કપ ચણાની દાળ
 • પા કપ અડધની દાળ
 • 2 મોટી ચમચી તુવેરની દાળ
 • 200 ગ્રામ દૂધી
 • 100 ગ્રામ ગાજર
 • 1 નાની ચમચી જીરુ
 • 1 નાની ચમચી તલ
 • 1 નાની ચમચી રાઈ
 • 1 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
 • 1 નાની ચમચી હળદર
 • 4 ચમચી તેલ
 • 1 નાની ચમચી આદુ-મરચાની પેસ્ટ
 • મીઠો લીમડો
 • ચપટી હીંગ
 • 1 ચમચી ઇનો
 • 1 ચમચી લીંબુનો રસ
 • સ્વાદાનુસાર નમક

બનાવવાની રીત

મિત્રો આ ગુજરાતી ફેમસ વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તેને ઘરે જ આસાનીથી કડાઈ પર બનાવી શકાય છે. ગુજરાતી વાનગી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ એક કપ ચોખા, ચણાની દાળ ,અડદની દાળ અને તુવેરની દાળને સારી રીતે ધોઇને તેને પલાળી દો. બધું જ સરખી રીતે પલળી જાય પછી તેની એક ઘાટી પેસ્ટ મિક્સરમાં બનાવી લો અને તે આથો ન આવે ત્યાં સુધી મૂકી દો. આ પેસ્ટને ગરમીમાં રાખવી જેથી દસ કલાકમાં આસાનીથી તેમાં આથો આવી જશે.

આથો આવેલી પેસ્ટ માં ખમણેલી દૂધી, ખમણેલું ગાજર ,મીઠું આદુ-મરચાની પેસ્ટ, લીંબુનો રસ, કોથમીર નાખી સારી રીતે મિક્સ કરો. તમે તેમાં ખાંડ પણ ઉમેરી શકો પણ તે ઓપ્શન છે જો તમે ઈચ્છો તો તેમાં ખાંડ ઉમેરી શકો છો સારી રીતે મિક્સ થઇ ગયા બાદ તેમાં એક ચમચી ઈનો ઉમેરીને ખૂબ જ સારી રીતે બધી જ વસ્તુઓને મિક્સ કરી લો.

હવે એક કડાઈમાં તેલ નાખી તેલમાં રાઈ, જીરું અને તલને થવા દો પછી તેમાં લીમડો નાખી તેમાં પેસ્ટ ને નાખી દો. પેસ્ટને નાખ્યા બાદ ખૂબ જ ધીમી આંચ પર પેસ્ટ ને પાકવા માટે તેના પર ઢાંકણું ઢાંકી દો. સાત મિનિટ પછી નાખેલી પેસ્ટ એક બાજુથી પાકી ગઈ હશે તેથી તેને કાઢી લો.

તે જ કઢાઈમાં ફરીથી એક ચમચી તેલ નાખી તેમાં રાઈ લીમડો, તલ અને જીરું નાખી બીજી બાજુ જે બાજુ પેસ્ટ પાકી નથી તે બાજુ લાકડાના ચમચા કે તાવેથા વડે કડાઈમાં નાખી દો અને ફરીથી છ મિનિટ સુધી ધીમી આંચ પર પાકવા દો. છ મિનિટ પછી તમે જોશો કે હાંડવો બંને તરફથી પાકી ગયો હશે હવે તેના ત્રિકોણ આકાર ના ટુકડા કરીને તેને પીરસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here