ગુજરાતી ખાંડવી બનાવવાની સરળ રીત

0
575

ખાંડવી નું મિશ્રણ બનાવવા માટે સામગ્રી

  • 1 કપ ચણાનો લોટ
  • 1 કપ દહીં
  • 2 કપ પાણી
  • 1 ચપટી હીંગ
  • 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ
  • 1/6 ચમચી હળદર પાવડર
  • સ્વાદ અનુસાર મીઠું

વઘાર માટે સામગ્રી

  • 1 ચમચો તેલ
  • 1 નાની ચમમી રાઇ
  • 3થી 4 લીલા મરચાં

ગાર્નિશિંગ માટે

  • 1 ચમચો સમારેલી લીલી કોથમીર
  • 1 ચમચો છીણેલું નારિયેળ

બનાવવાની રીત

ખાંડવી ઘરે બનાવવી અઘરી નથી જો તમે થોડીક વાતો નું ધ્યાન રાખો તો સ્વાદિષ્ટ ખાંડવી બનશે જે અમે અમારા આજ ના આર્ટિકલ માં જણાવીશું.

ખાંડવી બનાવવા માટે સૌ પહેલા સામગ્રી પ્રમાણે દહીં અને પાણી લેવું અને બન્ને ને ખૂબ જ સારી રીતે મિક્સ કરવું. પછી તેમાં ચણા નો લોટ, હળદર, મીઠું, આદુ મરચા પેસ્ટ નાખી ખૂબ જ સારી રીતે હલાવી ને બધું મિક્સ કરી લેવું. પછી આ પેસ્ટ ને ચારણી થી ગાળી લેવી.

પછી એક પહોળી કડાઈ માં આ પેસ્ટ ને પકાવો અને હલાવતા રહો. સાવ ઓછા ગેસ ની ફ્લેમ માં તેના પકાવવાનું છે જેથી તેમાં ગાંઠો ના પડી જાય. આ પેસ્ટ ઘાટી ન બની જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. 8 અને 9 મિનિટ સુધી પકાવવું. પછી તેને એક તેલ લગાવેલી થાળી માં કે રસોડા ના પ્લેટફોર્મ પર ગરમ ગરમ જ અને પાતળાં શેપ માં પાથરો. ઠંડુ થઈ જાય પછી 2 ઈંચ ના મેપ માં તેને કાપો અને રોલ વાળો.

વધાર માટે તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું, મરચા અને લીમડો નાખી વઘાર ને ચમચી વડે રોલ પર સારા એવા પ્રમાણ માં નાખી દયો. ગાર્નીશ કરવા માટે નાળિયેર અને કોથમીર છાંટો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here