ગુજરાતીએ બનાવ્યું વીજળી વગર ચાલતું માટીમાંથી બનાવેલ ફ્રીજ, દર વર્ષે કરે છે ધુમ વેચાણ

0
2331

આ વખતે ફેબ્રુઆરી મહિનામાં માર્ચ મહિના કરતાં પણ વધુ ગરમી પડવા લાગી છે. મતલબ કે હવે ઉનાળો જામી ગયો છે. ગરમીની સિઝન શરૂ થતા જ રેફ્રિજરેટર ની કિંમતમાં પણ વધારો થવા લાગે છે. મોંઘવારી ના આ યુગમાં ઘણા લોકો એવા પણ છે જે મોંઘું ફ્રિજ નથી ખરીદી શકતા. તેવામાં રાજકોટના એક વ્યક્તિએ માટીનું ફ્રીજ બનાવ્યું છે જે વીજળી વગર ચાલે છે.

ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવેલ હતો તે દરમિયાન સમાચારપત્રોમાં એક નાના સમાચાર છપાયા હતા. જેનું શીર્ષક હતું, “તૂટી ગયા ગરીબોના ફ્રીજ”. આ સમાચારને વાંચીને મોરબી જિલ્લાના એક ગામ નીચમંદાલ ના મનસુખભાઈ પ્રજાપતિ ને એક વિચાર આવ્યો કે, એવું ફ્રીજ બનાવવામાં આવે જે ગરીબોને ઉપયોગમાં આવી શકે.

બસ ત્યારથી તેઓ ફ્રીજ બનાવવાના પ્રયાસમાં લાગી ગયા. બાળપણમાં આર્થિક પરેશાનીઓનો સામનો કરનારા મનસુખભાઈ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા ન હતા. ઘણી નોકરીઓ કરી પરંતુ તેમાં મન લાગતું ન હતું. આખરે 1988માં તેઓએ ૩૦ હજારની વ્યવસ્થા કરીને પોતાનો વેપાર શરૂ કર્યો.

પછી તેઓ માટીના વાસણો, હેન્ડ પ્રેસ મશીન વગેરે બનાવવા લાગ્યા. 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવેલ ત્યારે સમાચાર પત્રો નું હેડિંગ “તૂટી ગયા ગરીબોના ફ્રીજ” વાંચીને તેઓને આ માટેનું ફ્રીજ બનાવવાનો વિચાર આવ્યો હતો. 2002માં તેઓએ આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું.

પ્રાકૃતિક રૂપથી ચાલે છે માટીનું ફ્રીજ

ચીજોને પ્રાકૃતિક રૂપથી ઠંડી રાખવા માટે મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આ ફ્રિજ બનાવવામાં આવેલ છે. તેની ચલાવવા માટે કોઈપણ પ્રકારની ઊર્જા ની આવશ્યકતા રહેતી નથી. વીજળી વગર ચાલતા આ ફ્રિજમાં વસ્તુઓ પ્રાકૃતિક રૂપથી સુરક્ષિત રહે છે. મનસુખભાઈ એ પોતાના ફ્રિજને નામ આપ્યું છે “મીટ્ટીકુલ”. પરીક્ષણ દરમિયાન ફ્રિજમાં રાખવામાં આવેલી વસ્તુઓ સુરક્ષિત રહી હતી. ફક્ત એટલું જ નહીં પરંતુ વસ્તુઓની ઉંમર પણ વધી ગઈ હતી. આ ફ્રિજ ની ઉપર પાણીની ટાંકી હોય છે જેમાંથી પાણી પડતું રહે છે અને વસ્તુઓ ઠંડી તથા સુરક્ષિત રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here