ગુજરાતની સિંઘમ મહિલા પોલિસ : નીડર અને બહાદુર મહિલા પોલિસ અધિકારીઓ દ્વારા જંગલમાં છુપાયેલા ખૂંખાર અપરાધીને દબોચી લેવામાં આવ્યો

0
768

ગુજરાત એન્ટીટેરરિસ્ટ સ્કવોડ ની મહિલા અધિકારીઓએ હમણાં જ એક મોસ્ટ વોન્ટેડ અપરાધીને પકડ્યો છે કે જે ઘણા સમયથી ફરાર હતો. બતાવવામાં આવી છે કે જુસબ અલારખા નામનો અપરાધી જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો અને બહાર આવીને તે ફરાર થઈ ગયો હતો. ફરાર થયા બાદ જુસબ અલારખા એ અપરાધનું નામના છોડ્યું.

જુસબ અલારખા પાછળ લાંબા સમયથી ઘણા રાજ્યોની પોલીસ લાગી હતી. પરંતુ તે દરેક વખત પોલીસથી બચવામાં સફળ થઈ જતો હતો. પરંતુ આ વખતે જુસબ અલારખા પાછળ ગુજરાત એટીએસની મહિલા અભી કાર્યોના હાથે લાગી ગયો અને  તેને જેલમાં મૂકી દેવામાં આવ્યો.

આ રીતે પકડાઈ ગયો તે અપરાધી

જણાવવામાં આવી છે કે જુસબ અલારખા બોટાદ નામક જગ્યા પર આવવાની જાણકારી ગુજરાત પોલીસને મળી હતી. જેના બાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોષ ઓડેડરા, સબ ઇન્સ્પેક્ટર અરુણા ગામેતી, નિતમિકા ગોહિલ અને શકુંતલા માલ એ આ જાણકારી ના આધાર પર તેને પકડવા માટે એક પ્લાન તૈયાર કર્યો. આ પ્લાન દ્વારા દરેક મહિલા પોલીસ અધિકારી જુસબ અલારખા ના આવતા પહેલા જ બોટાદ પહોંચી ગઈ. અને ત્યાં તેના આવવાની રાહ જોવા લાગી અને જેવો તે ત્યાં આવ્યો આ મહિલાઓએ રાહ જોયા વગર તેને ત્યાં પકડી લીધો.

જુસબ અલારખા ને પકડવા માટે આ મહિલા અધિકારીઓએ ખૂબ જ ફાયરિંગ પણ કર્યું અને તેની સાથે જુસબ અલારખા દ્વારા પણ આ મહિલા અધિકારીઓ ઉપર ફાયરિંગ થયું. ફાયરિંગ કર્યા બાદ તે ભાગવા લાગ્યો પરંતુ આ મહિલા અધિકારીઓ એ તેને પકડી લીધો અને તેને ગિરફ્તાર કરી લીધો ત્યારબાદ તેમણે ગુજરાત સીઆઇડીને સોંપી દીધો.

આવી રીતે થયો હતો પહેલા તે ફરાર

જુસબ અલારખા ને પોલીસે હત્યાના કેસ મા પકડ્યો હતો અને આ અપરાધના લીધે તે જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યાં થોડાક સમય પહેલા તે જેલમાંથી પેરોલ દ્વારા બહાર આવી ગયો હતો અને પેરલ પૂર્ણ થયા બાદ તે જેલમાં પાછો ના ગયો અને ફરાર થઇ ગયો અને અપરાધ કરવાનું પણ બંધ ના કર્યું તેની ફરી એક હત્યા કરી. પોલીસ ઘણા સમયથી તેને પકડવામાં લાગી હતી. પરંતુ દરેક સમયે તે ભાગવામાં સફળ થઈ જતો હતો.

જુસબ અલારખાય જૂનાગઢ અને ભાવનગરમાં પણ ઘણા અપરાધ કર્યા છે અને જેવા પોલીસ તેને પકડવા જાય તો તે જંગલમાં છુપાઇ જતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસે એક ઘોડો પણ હતો અને તે ઘોડા ની મદદથી ભાગવામાં સફળ રહેતો હતો. ત્યાં જ હાલમાં તેની બોટાદ આવવાની જાણકારી પોલીસને મળી જેથી પોલીસે તેને પકડવા માટે એક ટીમ તૈયાર કરી. અને તેને પકડવા ની જવાબદારી એક મહિલા પોલીસ અધિકારી ને આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here